December 22, 2024

કબીર પ્રગટ દિવસ 2024 [Gujarati] : તિથિ, ઉત્સવ, ઘટનાઓ, ઇતિહાસ

Published on

spot_img

કબીર પ્રગટ દિવસ ધરતી પર પરમાત્મા કબીર સાહેબના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે. ભગવાન કબીર સાહેબ ભારતમાં ઉત્તર પ્રદેશના કાશીમાં લહરતારા તળાવમાં કમળના ફૂલ પર અવતરીત થયા હતા. નીરુ-નીમા તેમને ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા, જેઓ તેમના પાલક માતા પિતા કહેવાયા. લોકવેદના કારણે કબીર પરમેશ્વરજીને સમગ્ર વિશ્વ એક વણકર, કવિ કે સંત માને છે. પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે. પવિત્ર ઋગ્વેદ મંડળ 9 સૂક્ત 94, મંત્ર 1 અને મંડલ 9 સૂક્ત 96 મંત્ર 17 થી 20 માં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર સહશરીર આવે છે અને પોતાનું જ્ઞાન દોહાઓ અને લોકોક્તિઓના માધ્યમથી સમગ્ર વિશ્વને આપે છે. જાણો કબીર પરમેશ્વરજીની વાસ્તવિક જીવન કથા અને લીલાઓ વિશે. 600 વર્ષ પહેલા કબીરજી જ્યારે આ ધરતી પર અવતરીત થયા હતા.

HindiEnglishবাংলাಕನ್ನಡमराठीঅসমীয়া

Table of Contents

કબીર પ્રગટ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

કબીર પ્રગટ દિવસ કબીર પરમેશ્વરજીના 600 વર્ષ પહેલા

કાશીના લહરતારા તળાવમાં અવતરણ થવાના અવસર પર  ઉજવવામાં આવે છે. કબીર પરમેશ્વર, જે આપણા સૌ જીવાત્માઓના જનક છે તથા સતલોક અને સમગ્ર સૃષ્ટિના રચનહાર છે, તે આ ધરતી (મૃત્યુ લોક) પર સૌ જીવાત્માઓને તત્વજ્ઞાન સમજાવવા અને મુક્તિનો માર્ગ બતાવવા તથા સત ભક્તિનો માર્ગ બતાવવા આવ્યા હતા, કે જેનાથી આપણે સૌ આત્માઓ સતલોકની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

કબીર પરમેશ્વરજી એક વણકર તરીકે જીવન વિતાવ્યું, આપણને સૌને એ બતાવવા માટે કે જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે, તેને ધન, સંપત્તિ અને ઉચ્ચ જાતિની જરૂરત હોતી નથી. કબીર પરમેશ્વરજીનો ન તો જન્મ થાય છે અને ન તો તેમની મૃત્યુ થાય છે. કબીર પરમેશ્વરજીએ 120 વર્ષની જીવનલીલામાં ઘણા ચમત્કારો કર્યા અને બતાવ્યું કે તેઓ પૂર્ણ પરમાત્મા છે.

ભગવાન કબીર સાહેબજીનું કાશીમાં જીવન : સંક્ષિપ્ત જીવનચરિત્ર

કબીર પરમેશ્વરજી 1398 (વિક્રમી સંવત 1455) માં જેઠ સુદની પૂર્ણિમાના રોજ લહરતારા તળાવમાં બ્રહ્મ મુહૂર્ત (સૂર્યોદયના દોઢ કલાક પહેલા) સમયે લહરતારા તળાવની ઉપર એક કમળના ફૂલ પર નવજાત શિશુના રૂપમાં પ્રગટ થયા હતા. તે દિવસે અષ્ટાનંદ ઋષિ, જે દરરોજ આ સમયે સ્નાન કરીને તેમની આધ્યાત્મિક સાધના કરી રહ્યા હતા, તેમણે આકાશમાંથી એક ગોળો આવતો જોયો, જેનાથી તેમની આંખો ઝંખવાઈ ગઈ. તેમણે આંખો બંધ કરી ત્યારે તેમને એક બાળકનું રૂપ દેખાયું, જ્યારે તેણે ફરી આંખો ખોલી તો ત્યાં સુધીમાં તે પ્રકાશ લહરતારા તળાવના એક ખૂણામાં સમેટાઈ ગયો હતો.

અષ્ટાનંદ ઋષિ પોતાના ગુરુદેવ સ્વામી રામાનંદજી પાસે એમ પૂછવા ગયા કે, આ મારી ભક્તિની કોઈ ઉપલબ્ધિ છે કે પછી મારો કોઈ ભ્રમ છે ? સ્વામી રામાનંદજીએ કહ્યું કે, ન તો આ તમારી ભક્તિની ઉપલબ્ધિ છે કે ન તમારો ભ્રમ. આવી ગતિવિધિ ઉપરના લોકમાંથી કોઈ અવતાર કે સિદ્ધ પુરુષ જ્યારે ધરતી પર આવે છે ત્યારે કરે છે અને માતાના ગર્ભમાં આવીને આશ્રય લે છે. સ્વામી રામાનંદજીને એટલું જ્ઞાન ન હતું કે, તે પરમેશ્વર ક્યારેય જન્મ લેતા નથી.

ભગવાન કબીરજીનું નીરુ અને નીમા સાથે બાળકના રૂપમાં મિલન

નિઃસંતાન દંપતી નીરુ અને નીમા બ્રહ્મ મુહૂર્તના સમયે લહરતારા તળાવમાં સ્નાન કરવા જતા હતા. નીરુ અને નીમા એ જ જન્મમાં હિન્દુ-બ્રાહ્મણ ગૌરીશંકર અને સરસ્વતી હતા. તેઓને બળજબરીથી મુસલમાન બનાવી દેવાયા હતા. તેથી, તેમણે કપડાં વણવાનું કામ (વણકરનું કામ) શરૂ કર્યું હતુ.

તે દિવસે સ્નાન કરવા જતાં સમયે નીમા રસ્તામાં રડ રહી હતી અને પોતાના ભગવાન શિવને પ્રાર્થના કરી રહી હતી કે, કાશ! તેમને પણ એક બાળક થઈ જાત તો તેમનું જીવન સફળ થઈ જાત. નીરુ અને નીમાને મુસલમાન બનાવી દીધા હતા, પરંતુ તેમ છતાં તેમની શ્રદ્ધા ભગવાન શંકરજીમાં જ હતી, જેમની તેઓ આટલા વર્ષોથી પૂજા કરી રહ્યા હતા. નીરુ નીમાને સાંત્વના આપી રહ્યો હતો, “નીમા, જો આપણા નસીબમાં કોઈ બાળક હોત તો ભગવાન શિવ આપણને જરૂર આપી દેત. હવે આપણા નસીબમાં કોઈ સંતાન નથી. તમે આમ રડીરડીને પોતાની આંખો બગાડશો નહીં અને વળી, આપણી સાથે વૃદ્ધાવસ્થામાં આપણું ધ્યાન રાખવાવાળું પણ કોઈ નથી. તું રડીશ નહીં.”

આમ વાતો કરતા કરતા તેઓ લહરતારા તળાવ પર પહોંચ્યા. સૌ પ્રથમ નીમાએ સ્નાન કર્યું. પછી, તે સ્નાન કરતી વખતે પાછલા પહેરેલા કપડાં ધોવા માટે તળાવ પર પાછી ગઈ. તે જ સમયે નીરુ તળાવમાં સ્નાન કરી રહ્યો હતો અને નીમાએ કંઈક હલતું જોયું. કબીર જી, જે બાળકના રૂપમાં લીલા કરી રહ્યા હતા, તેમના મોઢામાં એક પગનો અંગૂઠો હતો અને બીજો પગ હવામાં લહેરાવી રહ્યા હતા. તે ડરી ગઈ કે ક્યાંક તે સાપ તો નથી ને અને ક્યાંક તે તેના પતિને ડંખ ન મારી દે. જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તેને કમળના ફૂલ પર એક બાળક દેખાયું. તેણે બૂમ પાડી, “જુઓ! બાળક ડૂબી જશે. બાળક ડૂબી જશે.”

નીરુએ વિચાર્યું કે, નીમા પાગલ થઈ ગઈ છે, હવે તેને પાણીમાં પણ બાળકો દેખાવા લાગ્યા. નીરુએ કહ્યું, “નીમા, હું તને કહું છું કે, તુ બાળકો વિશે વધારે ન વિચાર. હવે તને પાણીમાં પણ બાળકો દેખાવા લાગ્યા.” નીમાએ કહ્યું, “હા, ખરેખર. ત્યાં જુઓ. બાળક ડૂબી જશે.” તેના અવાજમાં તડપ જોઈને તેણે જોયું કે નીમા કઈ બાજુ ઈશારો કરી રહી છે. તેણે ખરેખર ત્યાં એક બાળક જોયું. નીરુએ ભગવાન કબીરજીને બાળકના રૂપમાં કમળના ફૂલ સાથે ઉઠાવીને નીમાને આપી દીધા. નીરુ ફરી સ્નાન કરવા અંદર જતો રહ્યો.

નીરુએ વિચાર્યું (કારણ કે મનુષ્ય સમાજની ચિંતા વધુ કરે છે), “જો અમે આ બાળકને ઘરે લઈ જઈશું, તો લોકો પૂછશે કે અમે આ બાળકને ક્યાંથી લાવ્યા. જો અમે કહીશુ કે અમને તે કમળના ફૂલ પર મળ્યો છે તો કોઈ પણ અમારી પર વિશ્વાસ નહીં કરે. તેઓ કહેશે કે, અમે કોઈનું બાળક ચોરી લીધું છે અને તેની માતા રડી રહી હશે. તેઓ રાજાને ફરિયાદ કરશે અને અમને સજા અપાવશે. અમને હિંદુઓનું કોઈ સમર્થન રહ્યું નથી અને અમે હજુ સુધી મુસલમાનો સાથે પણ કોઈ સંબંધ બનાવ્યો નથી.” નીરુ સ્નાન કરીને બહાર આવ્યો. તેણે જોયું કે, નીમા, એક માતાની જેમ, બાળકરૂપ ભગવાન કબીરજીને ચૂમી રહી હતી, ક્યારેક તેમને ભેટી રહી હતી, તે પોતાના ભગવાન શિવને લાખો ધન્યવાદ આપી રહી હતી કે તેમણે તેની ઇચ્છા પૂરી કરી.

કબીર પરમેશ્વર, જેમના નામનો જાપ કરવાથી આપણા આત્મામાં એક વિશેષ હલચલ પેદા થાય છે. જેમને પ્રાપ્ત કરવા માટે ઋષિ-મુનિઓ અને મહર્ષિઓએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી અને પોતાના શરીર ગાળી દીધા. નીમા એ ભગવાનને બાળકના રૂપમાં પોતાના ખોળામાં રાખ્યા હતા. તેણી જે ખુશીનો અનુભવ કરી રહી હશે તેનું વર્ણન ન કરી શકાય.

નીરુએ નીમાને કહ્યું, “નીમા, તું આ બાળકને અહીં જ છોડી દે. તે આપણા માટે સારું રહેશે.” નીમાએ નીરુને કહ્યું, “મને ખબર નથી કે આ બાળકે મારા પર શું જાદુ કરી દીધો છે. હું તેને નહિ છોડી શકુ; હું મરી શકું છું.” નીરુએ તેને પોતાના વિચારો બતાવ્યા કે તેમને કદાચ ગામની બહાર કાઢી મુકવામાં આવશે અને બાળક પણ લઈ લેશે. નીમાએ કહ્યું, “હું આ બાળક માટે વનવાસ પણ સ્વીકાર કરી લઈશ.”

નીરુએ કહ્યું, “નીમા, તું બહુ જીદ્દી થઈ ગઈ છે. તુ મારી વાત પણ નથી માની રહી. મેં તારી જોડે હંમેશા પ્રેમથી વર્તાવ કર્યો છે કારણ કે આપણી કોઈ સંતાન નથી. મેં તને ક્યારેય ઠપકો નથી આપ્યો કે ક્યાંક તારી આત્મા દુઃખી ન થઈ જાય.  આમ વિચારીને મેં હંમેશા તારી દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કર્યો. તેથી જ તુ હવે જિદ્દી થઈ ગઈ છે અને મારી વાત નથી માની રહી.”

તે દિવસે, નીરુએ પોતાના જીવનમાં પહેલી વાર નીમાને થપ્પડ મારવા હાથ ઊંચો કર્યો હતો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે પ્રેમ અને ગુસ્સા સાથે કહ્યું, “તુ મારી વાત નથી માની રહી. આ બાળકને અહીં જ છોડી દે. નહિ તો હવે હું તને થપ્પડ મારી દઈશ.”

તે જ સમયે પરમાત્મા કબીરજીએ શિશુ રૂપમાં કહ્યું, “નીરુ, મને ઘરે લઈ જાવ. કોઈ તમને કંઈ નહીં કહે. હું અહીં તમારા માટે જ આવ્યો છું.” એક દિવસના બાળકને બોલતા જોઈને નીરુ ડરી ગયો. નીરુ કંઈ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યો. બાળક પ્રત્યેના મોહને કારણે નીમાએ કબીર સાહેબજીની વાત નહોતી સાંભળી.

ગામમાં પહોંચ્યા ત્યારે લોકોએ પૂછ્યું કે, તેમને આ બાળક ક્યાંથી મળ્યું? નીરુએ કહ્યું કે, તેમને બાળક કમળના ફૂલ પર મળ્યું. લોકોએ તે સાંભળ્યું. કેટલાક લોકોએ વિશ્વાસ કર્યો; કેટલાકે નહીં. પરંતુ, તેઓએ તેના પર બહુ ધ્યાન ન આપ્યું. ગામના લોકો તે ખૂબ જ સુંદર બાળકને જોવા આવ્યા.

બાળકના રૂપમાં ભગવાન કબીરજીની સુંદરતા જોઈને આખું શહેર આશ્ચર્યચકિત થઈ ગયું. રાજા પણ પેલા સુંદર છોકરાને જોવા આવ્યો. સ્વર્ગના દેવતાઓ પણ બાળકના રૂપમાં કબીરજીની સુંદરતા જોઈ રહ્યા હતા. દરેક જણ પોતપોતાનું અનુમાન લગાવી રહ્યા હતા કે, આ કોઈ દેવતા, ભૂત અથવા કિન્નરની આત્મા હોઈ શકે છે, જેના કારણે નીમા નારાજ થઈ જતી હતી અને કહેતી, “તમે મારા પુત્રને ખોટી નજર લગાડશો.”

લોકો કહી રહ્યા હતા કે, બાળક દેવ જેવું લાગે છે. સ્વર્ગના દેવતાઓ કહી રહ્યા હતા કે, બાળક બ્રહ્મા, વિષ્ણુ કે શિવનો અવતાર લાગે છે. ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કહી રહ્યા હતા કે, આ બાળક પારબ્રહ્મ (પરમેશ્વર)નો અવતાર હોઈ શકે છે.

ભગવાન કબીરજીનું પોષણ એક કુંવારી ગાયના દૂધથી થયું.

ભગવાન કબીરજી બાળકના લીલામય શરીર રૂપમાં 25 દિવસના થઈ ગયા હતા. તેમણે કંઈ ખાધુંપીધું ન હતું, તેમ છતાં તેમનું શરીર એવી રીતે વધી રહ્યું હતું કે જાણે બાળક દિવસમાં બે વાર એક કિલો દૂધ પીતું હોય. નીમાને ચિંતા થઈ કે આ બાળક ક્યાંક મરી ન જાય. તેણે વિચાર્યું કે, જો આ બાળક મરી જશે તો “હું પણ તેની સાથે મરી જઈશ.” તે પોતાના ભગવાન શંકરજીને યાદ કરીને ખૂબ રડી રહી હતી, “હે ભગવાન શંકરજી, કાં તો તમારે આ બાળક અમને આપવું જ નહોતું જોઈતું, હવે તમે બાળકને આપીને પાછું લઈ રહ્યા છો.”  ભગવાન કબીરજીએ વિચાર્યું, “હું તો નહીં મરુ. પરંતુ આ વૃદ્ધ સ્ત્રી મારી ચિંતામાં જરૂર મરી જશે”.

ભગવાન કબીરજીએ ભગવાન શિવને પ્રેરણા કરી. ભગવાન શિવે જોયું કે, કોણ તેમને યાદ કરી રહ્યું છે. ભગવાન શંકર ત્યાં સાધુના રૂપમાં આવ્યા. તેમણે નીમાને પૂછયું કે તે કેમ રડે છે? નીમાએ તેમને કહ્યું કે મારું બાળક કંઈ ખાતુંપીતું નથી. “તે મરી જશે, અને હું પણ તેની સાથે મરીશ.” ભગવાન શિવે નીમાને પૂછ્યું કે, તેનો પુત્ર ક્યાં છે? નીમાએ ભગવાન કબીરજીને ભગવાન શિવના ચરણોમાં રાખવાનું વિચાર્યું. જ્યારે તે બાળક કબીરજીને શિવના ચરણોમાં મૂકી રહી હતી, ત્યારે તે હવામાં તરતા તરતા ભગવાન શિવના મસ્તક સુધી પહોંચી ગયા.

નીમાએ વિચાર્યું કે, આ સંતની જ આ કરામત છે. ભગવાન શિવ અને ભગવાન કબીરજીએ સાત વખત ચર્ચા કરી. ભગવાન કબીરજીએ ભગવાન શિવને કહ્યું, “નીરુ-નીમાને એક કુંવારી ગાય લાવવા માટે કહો. તમે તેની પીઠ થપથપાવી દેજો. તે દૂધ આપશે.” ભગવાન શંકરે નીમાને કહ્યું, “મા, તારું બાળક મરવાનું નથી. તેની ઉંમર ઘણી લાંબી છે. તેના મહિમાનો કોઈ અંત નથી. તમે ધન્ય છો. ધન્ય છે આ નગરી, જ્યાં આટલી મહાન આત્મા આવી છે.”

નીમાએ વિચાર્યું કે, સંત માત્ર તેને દિલાસો આપી રહ્યા છે. ત્યારે ભગવાન શિવે કહ્યું, “તમે એક કુંવારી ગાય અને એક નવુ વાસણ લઈ આવો.” નીરુએ એવું જ કર્યું. નવા વાસણને આંચળની નીચે મૂકી દેવામાં આવ્યું. ભગવાન શિવે ગાયની પીઠ થપથપાવી. આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. વાસણ પુરુ ભરાઈ ગયા બાદ દૂધ બંધ થઈ ગયું. તે દૂધને કબીર પરમેશ્વરજીએ પીધું.

નીમાએ સંતનો આભાર માન્યો. તેણે વિચાર્યું કે, સંતે આ બધું કર્યું છે. નીમાએ દક્ષિણા (દાન) આપવા માટે પોતાની લાચારી વ્યક્ત કરી. ભગવાન શિવે કહ્યું, “હું એવા લોકો જેવો નથી કે જેઓ પૈસા માંગે છે. હું અહીં એટલા માટે આવ્યો છું કારણ કે મેં તમને દુઃખી જોયા છે.” આમ કહીને ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ તે ગાય દરરોજ દૂધ આપવા લાગી. તે દૂધ કબીર પરમેશ્વરજી પીતા હતા. આ રીતે પરમેશ્વર કબીરજીના પાલન-પોષણની દિવ્ય લીલા પૂર્ણ થઈ.

પવિત્ર ઋગ્વેદ મંડળ 9 સૂક્ત 1 મંત્ર 9 માં કહેવામાં આવ્યુ છે કે,  ઈશ્વરના પાલન-પોષણનું દિવ્ય કાર્ય એક કુંવારી ગાયના દૂધથી થાય છે. પરમાત્માની આ ઓળખ પર માત્ર પરમાત્મા કબીરજી જ ખરા ઉતરે છે.

5 વર્ષની ઉંમરમાં જ કબીરજીએ પોતાના લીલામય શરીર (શરીર સાથે દૈવી ક્રિયાઓ કરવા લાગ્યા) દ્વારા ત્યાંના જાણીતા સંતો સાથે આધ્યાત્મિક ચર્ચા કરવાનું શરૂ કરી દીધુ હતુ. કોઈ પણ સંત કે ઋષિ ક્યારેય તેમના આધ્યાત્મિક જ્ઞાનનો જવાબ આપી શક્યા નહી.

ભગવાન કબીરજીએ ગુરુ બનાવ્યા

ભગવાન કબીરજીએ ગુરુ બનાવવા માટે એક લીલા કરી અને 2.5 વર્ષના બાળકનું રૂપ લીધું, બ્રહ્મ મુહૂર્ત સમયે ગંગા ઘાટના પગથિયાં પર સૂઈ ગયા. સ્વામી રામાનંદજી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા ગંગા ઘાટ પર જતા હતા. સ્વામી રામાનંદજીના પગની પાવડી કબીર સાહેબના માથા પર વાગી ગઈ. ભગવાન કબીર સાહેબજી અભિનય કરતા કરતા બાળકની જેમ રડવા લાગ્યા. સ્વામી રામાનંદજી અચાનક નીચે નમ્યા. તેમની એક માળાવાળી તુલસી માળા (જે એક વૈષ્ણવ સંતની ઓળખ હતી) ભગવાન કબીરજીના ગળામાં પડી ગઈ. સ્વામી રામાનંદજીએ કબીર પરમેશ્વરજીના બાળકરૂપના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, “બેટા, ‘રામ રામ’ બોલો. રામનું નામ દુ:ખનો નાશ કરે છે.” ભગવાન કબીરજીએ રડવાનું બંધ કરી દીધું. સ્વામી રામાનંદજી કબીરજીના બાલકરૂપને પાછા પગથિયાં પર બેસાડી સ્નાન કરવા જતા રહ્યા, એમ વિચારીને કે આ બાળક ભૂલથી અહીં પહોંચી ગયો હશે. હું તેને અમારા આશ્રમમાં લઈ જઈશ. તે જે કોઈનો હશે, તેઓ તેને ત્યાંથી લઈ જશે.” ભગવાન કબીરજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને પોતાની ઝુંપડીમાં પહોંચી ગયા.

ત્યારે ભગવાન કબીરજીએ એકવાર સ્વામી રામાનંદજીના શિષ્ય વિવેકાનંદજીને શ્રોતાઓની સામે પૂછ્યું, જેમને તે વિષ્ણુ પુરાણ સંભળાવી રહ્યા હતા, કે પરમાત્મા કોણ છે? વિવેકાનંદજી પાસે કોઈ જવાબ નહોતો. તેથી, શ્રોતાઓની સામે પોતાનું માન જાળવવા માટે, તેણે બાળકના રૂપમાં કબીર પરમેશ્વરજીને ધમકાવાનું શરૂ કર્યું કે તેમની જાતિ અને તેમના ગુરુ કોણ છે? ત્યાં હાજર શ્રોતાઓએ કહ્યું કે કબીરજી નીચી જાતિના વણકર/ધાણક છે. ભગવાન કબીરજીએ કહ્યું, “મારા ગુરુ તમારા પણ ગુરુ છે. મેં સ્વામી રામાનંદજી પાસેથી દીક્ષા લીધી છે.” વિવેકાનંદજી હસ્યા, “જુઓ લોકો! આ બાળક ખોટું બોલે છે. સ્વામી રામાનંદજી નીચ જાતિના લોકોને દીક્ષા નથી આપતા. હું સ્વામી રામાનંદજી ને કહીશ અને પછી તમે બધા પણ કાલે આવીને જોજો કે સ્વામી રામાનંદજી આ બાળકને કેવી સજા કરશે.

વિવેકાનંદજીએ સ્વામી રામાનંદજીને બધી વાત કહી. સ્વામી રામાનંદજીએ પણ ગુસ્સે થઈને બાળકને લઈ આવવા કહ્યું. બીજા દિવસે સવારે ભગવાન કબીરજીને સ્વામી રામાનંદજીની સામે લાવવામાં આવ્યા. સ્વામી રામાનંદજીએ તેમની ઝૂંપડીની આગળ એમ બતાવવા પડદો લટકાવ્યો હતો કે તેમને દીક્ષાની વાત તો છોડી દો, તે નીચી જાતિના લોકોને જોતા પણ નથી. સ્વામી રામાનંદજીએ ભારે ગુસ્સામાં કબીર પરમેશ્વરજીને પડદા પાછળથી પૂછ્યું, તેઓ કોણ છે? ભગવાન કબીરે કહ્યું, “હે સ્વામીજી, હું આ સૃષ્ટિનો રચનહાર છું. આ આખું જગત મારા પર આશ્રિત છે. હું ઉપરના શાશ્વત ધામ સતલોકમાં નિવાસ કરું છું.”

આ સાંભળીને સ્વામી રામાનંદજી નારાજ થઈ ગયા. તેમણે તેમને ઠપકો આપ્યો અને તેમને કેટલાક વધુ પ્રશ્નો પૂછ્યા! જેનો ભગવાન કબીરજીએ એક આદર્શ શિષ્યની જેમ વર્તીને શાંતિથી અને નમ્રતાથી જવાબ આપ્યો. પછી રામાનંદજીએ વિચાર્યું કે બાળક સાથે ચર્ચા કરવામાં ઘણો સમય લાગશે, તેમણે પહેલા પોતાની દૈનિક ધાર્મિક સાધના પૂર્ણ કરવી જોઈએ.

સ્વામી રામાનંદજ ધ્યાન અવસ્થામાં બેસીને કલ્પના કરતા હતા કે, તેઓ જાતે ગંગામાંથી પાણી લાવ્યા છે, ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવ્યું છે, તેમના વસ્ત્રો બદલ્યાં છે, તેમને માળા પહેરાવી છે અને અંતે મૂર્તિના માથા પર મુગટ યથાવત રાખ્યો છે. તે દિવસે સ્વામી રામાનંદ મૂર્તિના ગળામાં માળા નાખવાનું ભૂલી ગયા. તેમણે મુગટ પરથી માળા ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ માળા અટકી ગઈ. સ્વામી રામાનંદજી વ્યથિત થઈ ગયા, અને પોતાની જાતને કહેવા લાગ્યા કે “મેં આજ સુધી મારા પૂરા જીવનમાં આવી ભૂલ ક્યારેય કરી ન હતી. મેં આજે એવું શું ખોટું કર્યું કે આવુ થઈ ગયું?” ત્યારે કબીર પરમેશ્વરજીએ કહ્યું, “સ્વામીજી! માળાની ગાંઠ ખોલી લો. તમારે મુગટ ઉતારવો નહિ પડે.”

રામાનંદજીએ વિચાર્યું, “હું તો માત્ર કલ્પના કરતો હતો. અહીં કોઈ મૂર્તિ નથી. વચ્ચે એક પડદો પણ છે. અને, આ બાળક જાણતો હતો કે હું માનસિક રીતે શું કરી રહ્યો છું.” તેઓ ક્યાં ગાંઠ ખોલવાના હતા. તેમણે તો પડદો પણ ઉઠાવીને ફેંકી દીધો અને વણકર જાતિના બાળકરૂપમાં કબીર પરમાત્માને ભેટી પડ્યા. રામાનંદજી સમજી ગયા કે, આ જ ભગવાન છે.

પછી 5 વર્ષના બાળકના રૂપમાં ભગવાન કબીરજીએ 104 વર્ષના મહાત્મા સ્વામી રામાનંદજીને જ્ઞાન સમજાવ્યું. તેમણે તેમને સતલોક બતાવ્યુ, પોતાનું સાચું આધ્યાત્મિક જ્ઞાન બતાવ્યું અને રામાનંદજીને દીક્ષા આપી. કબીર પરમેશ્વરજીએ રામાનંદજીને સાંસારિક દૃષ્ટિકોણથી તેમના ગુરુ બની રહેવા કહ્યું, નહીં તો આવનારી પેઢી કહેશે કે, ગુરુ  બનાવવાની કોઈ જરૂર નથી. કારણ કે કબીરજીએ પણ કોઈ ગુરુ નહોતા કર્યા. સ્વામી રામાનંદજીએ તેમને વિનંતી કરી કે તેઓ આવુ નહી કરી શકે, કારણ કે તેઓ જાણતા હતા કે ભગવાનના ગુરુ બનવું એ પાપ છે. ભગવાન કબીરજીએ કહ્યું, “તમે મારી આજ્ઞા સમજીને એનુ પાલન કરો.”

ભગવાન કબીરજીના અન્ય ચમત્કારો

હિંદુ અને મુસ્લિમ ધર્મગુરુઓની ફરિયાદ પર, સિકંદર લોધીએ એક ગર્ભવતી ગાયને વચ્ચેથી કાપી નાખી હતી અને ભગવાન કબીરજીને કહ્યું કે, જો તે અલ્લાહ હોય તો આને જીવતી કરી દે. નહિ તો તે તેમનું માથું કાપી નાખશે. ભગવાન કબીરજીએ ગાય અને તેના વાછરડાની પીઠ પર થપથપાવી. બંને ઉભા થઈ થયા. ભગવાન કબીરજીએ તે ગાયના દૂધથી ડોલ ભરી દીધી. સિકંદર લોધીએ કબીરજીને દંડવત પ્રણામ કર્યા.

સિકંદર લોધીનો જલનના રોગ મટાડયો

સિકંદર લોધી મહારાજા એક અસાધ્ય રોગથી પીડિત હતા (તેમને જલનનો રોગ હતો), તેમણે ઘણા વૈદો પાસેથી સારવાર લીધી અને ઘણી ધાર્મિક વિધિઓ કરી. પરંતુ, કંઈ કામ ન થયુ. ત્યારે કોઈએ તેમને કબીર પરમેશ્વરજી વિશે કહ્યું. તે પરમેશ્વર કબીર પાસે ગયો. ભગવાન કબીરજીએ પોતાના આશીર્વાદ માત્રથી જ તેને સાજો કરી દીધો હતા.

સ્વામી રામાનંદજીને જીવતા કર્યા

સિકંદર લોધીએ ગુસ્સામાં સ્વામી રામાનંદજીની હત્યા કરી દીધી હતી. ભગવાન કબીરજીએ તેમની સામે સ્વામી રામાનંદજીને ફરીથી જીવતા કરી દીધા. આ જોઈને સિકંદર લોધીએ કબીર પરમેશ્વરની શરણ ગ્રહણ કરી.

કમાલ-કમાલીને જીવતા કર્યા

પરંતુ સિકંદર લોધીના મુસ્લિમ પીર શેખતકીને કબીર પરમેશ્વરની ઈર્ષ્યા થવા લાગી. તેણે સિકંદર લોધીને કહ્યું, “હું તેને અલ્લાહ ત્યારે જ માનીશ જ્યારે તે મારી સામે કોઈ મરેલા માણસને જીવતો કરશે.” સિકંદરે પરમાત્મા કબીરજીને પોતાની સમસ્યા કહી. બીજા દિવસે સવારે તેમણે એક 12-13 વર્ષના છોકરાની લાશ નદીમાં તરતી જોઈ. કબીરજીએ શેખતકીને પહેલા પ્રયાસ કરવા કહ્યું. શેખતકીએ પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. પછી ભગવાન કબીરજીએ બાળકને જીવતુ કર્યું. ત્યાં હાજર બધા લોકોએ કહ્યું, “કમાલ (ચમત્કાર) કરી ! કમાલ કરી ! છોકરાનું નામ કમાલ રાખી દીધું. ભગવાન કબીરજીએ તેને પોતાના પુત્ર તરીકે પોતાની સાથે રાખ્યો.

પરંતુ શેખતકીએ આ જોઈને પણ કબીરજીની શક્તિ પર વિશ્વાસ ન કર્યો અને ફરીથી કહ્યું, “હું તેને અલ્લાહ ત્યારે જ માનીશ જ્યારે તે મારી મરી ગયેલી છોકરીને ફરી જીવતી કરશે, જે કબરમાં દફનાવેલી છે. તે છોકરો કદાચ મરી ગયો ન હતો.” દિવસ નક્કી કરવામાં આવ્યો. નિર્ધારિત દિવસે ઘણા લોકો ચમત્કાર જોવા માટે પહોંચ્યા. ભગવાન કબીરજીએ તે છોકરીને જીવતી કરી દીધી. બધાએ કહ્યું, કમાલ કરી ! કમાલ કરી !” છોકરી નું નામ કમાલી રાખી દીધું. તેણે શેખતકી સાથે જવાની ના પાડી દીધી અને કહ્યુ, “હું હવે મારા અસલી પિતા સાથે રહીશ.” તેણે દોઢ કલાક સુધી સત્સંગ કર્યો અને લોકોને કહ્યું કે, આ અલ્લાહુ અકબર છે. તેણે પોતાના પિતાને કહ્યું, “શેખતકી, તમે તમારા કર્મ બગાડશો નહીં. તેમને ઓળખો. તે પરમ ઈશ્વર છે.” હજારો લોકોએ કબીર પરમેશ્વરની શરણ લીધી. આ રીતે કબીર પરમેશ્વરજીને એક પુત્ર અને એક પુત્રી હતી. ભગવાન કબીરજીએ લગ્ન નહોતું કર્યું.

સેઉને જીવતો કર્યો

ભગવાન કબીરજી એકવાર કમાલ અને શેખ ફરીદ (તેમના એક શિષ્ય) સાથે દિલ્હીમાં તેમના શિષ્યો સમ્મન (પિતા), સેઉ (પુત્ર) અને નેકી (માતા) પાસે ગયા. તે પરિવાર ખૂબ જ ગરીબ હતો. તે દિવસે તેમની પાસે ભોજન ન હતું. તેમણે (સમ્મન અને સેઉ) રાત્રે નજીકની દુકાનમાંથી સેર લોટ (1 સેર = 1 કિલો આશરે) ચોરી કરવાની યોજના બનાવી. કર્યું હતું. સેઉએ અંદર જઈને પોતાના પિતા સમ્મનને બહાર લોટ આપી દીધો. તે દરમિયાન દુકાનનો માલિક જાગી ગયો. હતો. તેણે સેઉને પગથી પકડી લીધો. સમ્મન પોતાની પત્ની નેકીને લોટ આપી આવ્યો. નેકીએ તેને કહ્યું કે, સેઉનું માથું કાપી નાખો, નહીં તો દુકાનનો માલિક ગુરુદેવને સજા કરાવશે. સમ્મને એવુ જ કર્યું. સવારે જ્યારે તેમણે પરમેશ્વરે કબીરજી અને અન્ય મહેમાનો માટે ભોજન તૈયાર કર્યું, ભગવાન કબીરજીએ સેઉને બોલાવ્યો. સેઉ આવ્યો અને પંગતમાં ભોજન કરવા બેસી ગયો. સમ્મન અને નેકી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે સેઉની ગરદન પર કપાયેલાનું કોઈ નિશાન પણ નથી. ત્યારબાદ, સમ્મન તે વિસ્તારમાં ખૂબ જ ધનવાન માણસ બની ગયો.

લાખો લોકોના અસાધ્ય રોગો મટાડ્યા

કાશીમાં તેમના 120 વર્ષના લાંબા રોકાણ દરમિયાન, ભગવાન કબીરજીએ લાખો લોકોના અસાધ્ય રોગો તેમજ અનેક સમસ્યાઓ પણ દૂર કરી. તેઓ તેમની પ્રિય આત્માઓને પોતાનું આધ્યાત્મિક જ્ઞાન આપવા માટે કાશી સિવાય એક દિવસમાં સેંકડો સ્થળોએ પ્રગટ થઈ જતા હતા. કારણ કે તે સમયે દૂરસંચારનું કોઈ સાધન નહોતું.

તે સમયે ભારતની કુલ વસ્તી લગભગ 4 કરોડ હતી. ભારતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન, ઈરાક અને ઈરાન પણ સામેલ હતા. અસ્પૃશ્યતા પણ ચરમસીમાએ હતી. તે સમયે એક ધાણક/ વણકર (જુલાહા)ના સમગ્ર ભારતમાં 64 લાખ શિષ્યો હતા. જે દર્શાવે છે કે તે કોઈ સામાન્ય સંત ન હતા. તે સ્વયં ભગવાન હતા. અને, આપણે તેમને ઓળખી શક્યા નહીં.

ભગવાન કબીરજી આધ્યાત્મિક જ્ઞાન સમજાવતા હતા

ભગવાન કબીરજી આપણા પવિત્ર ગ્રંથોના આધારે આધ્યાત્મિક જ્ઞાન બતાવતા હતા, કબીરજી કહેતા હતા કે “હિંદુ અને મુસલમાન બંને પૂજાની સાચી રીતનું પાલન કરતા નથી. ગીતા દેવતાઓની પૂજા કરવાના પક્ષમાં નથી, ન તો હઝરત મોહમ્મદે ક્યારેય માંસ ખાધું હતું. આ અજ્ઞાની ધર્મગુરુઓ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.” પરંતુ તે સમયે આપણે અશિક્ષિત હતા.

તે સમયે માત્ર બ્રાહ્મણોને જ શિક્ષા પ્રાપ્ત કરવાની અનુમતિ હતી. નકલી ધર્મગુરુઓ કબીરજી અશિક્ષિત છે, એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા. તેને પવિત્ર પુસ્તકોનું જ્ઞાન ન હોઈ શકે કારણ કે તેણે તે વાંચ્યા નથી. તે જૂઠો છે.” તેમની વાતોમાં આવીને આપણે કબીર પરમેશ્વરજીના દુશ્મન બની ગયા. તે સમયે નકલી ધર્મગુરુઓના કારણે લોકોમાં કબીર પરમેશ્વરના નામ પ્રત્યે પણ નફરત પેદા થઈ ગઈ હતી.

લોકો કબીર પરમેશ્વરે બતાવેલા આધ્યાત્મિક જ્ઞાનને સમજ્યા વગર તેમના પર પથ્થરમારો કરવા લાગ્યા હતા, હિન્દુ ધર્મગુરુઓ એમ કહીને હિન્દુઓને ગેરમાર્ગે દોરતા હતા કે “તે આપણા ધર્મની ટીકા કરે છે. તે આપણા ત્રિદેવની ટીકા કરે છે.” મુસ્લિમ ધાર્મિકગુરુઓ કહેતા કે, “તે આપણા ધર્મની ટીકા કરે છે. તે પોતાને અલ્લાહ કહે છે.” તેઓ અને ગેરમાર્ગે દોરાયેલા લોકો કબીર સાહેબજીને અનેક રીતે પરેશાન કરતા હતા.

શેખતકીએ કબીર પરમેશ્વરને 52 વખત મારવાનો પ્રયાસ કર્યો

શેખતકી તે સમયે ભારતના તમામ મુસલમાનોનો મુખીયા હતા. તેણે કબીર પરમેશ્વરને મારવાનો 52 વખત પ્રયાસ કર્યો હતો. તેણે કબીરજીને એક ખાલી કૂવામાં નાખ્યા હતા. ઉપરથી કૂવો કાદવ, લાકડા, છાણ, ઝાડી ઝાંખરા વગેરેથી ભરાવી દીધો હતો. પછી શેખતકી સિકંદર લોધીને જાણ કરવા ગયો કે, કબીરજી મરી ગયા. પરંતુ, તેણે કબીરજીને સિકંદર લોધી સાથે બેઠેલા જોયા. શેખતકી શેતાન આટલાથી અટક્યો નહીં.

તેણે કબીર પરમેશ્વરજીને ઉકળતા તેલથી ભરેલી કડાઈમાં બેસવા કહ્યું. ભગવાન કબીરજી ઉકળતા તેલની કડાઈમાં પણ આરામથી બેઠા હતા. તેમને કંઈ થયું નહી. શેખતકી એકવાર રાત્રે કેટલાક ગુંડાઓને કબીર પરમેશ્વરની ઝૂંપડીમાં લઈ ગયો. તેમણે કબીર પરમેશ્વરજી પર પોતાની તલવારો વડે 6-7 વાર ઘા કર્યા. દરેક વખતે તલવાર ભગવાન કબીરજીના શરીરમાંથી આરપાર નીકળી જતી. એવું લાગતું હતું કે જાણે રૂથી પણ નરમ વસ્તુનો સ્પર્શ થઈ રહ્યો હોય, તેમનું આખુ શરીર હાડકા વગરનું હતું.

તેમને મરેલા જાણીને ગુંડાઓ પાછળ હટી ગયા. કબીર પરમેશ્વરજી ઉભા થયા અને કહ્યુ, “શેખતકી, આમ ન જાવ. થોડું પાણી પી લો.” બધા તેમને ભૂત સમજીને ભાગી ગયા. ગુંડાઓને તાવ આવી ગયો. તેમ છતાં ભગવાન કબીરજીએ તેમને સાજા કરી દીધા.

કબીરજીને એક ખૂની હાથી, જે નશામાં હતો, તેની સામે રાખવામાં આવ્યા. ભગવાન કબીરજીએ તેને એક બબ્બર સિંહનું રૂપ બતાવ્યું. સિંહને જોઈને હાથીને ઝાડા થઈ ગયા અને ડરીને ભાગવા લાગ્યો.

કબીર પરમેશ્વરજીના ગળામાં એક ખૂબ જ ભારે પથ્થર બાંધીને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. દોરડું તૂટી ગયું. પથ્થર ડૂબી ગયો. ભગવાન કબીરજી નદી પર બેઠા હતા. નદી કબીર સાહેબજીના ચરણ સ્પર્શ કરી રહી હતી. પછી પથ્થરમારો કરવામાં આવ્યો. 12 કલાક સુધી તોપો ચલાવવામાં આવી હતી. પણ, અવિનાશીને કોણ મારી શકે? આટલી વાર મારવાના પ્રયત્નો કર્યા પછી પણ પરમેશ્વર કબીરજી મર્યા નહિ. તેઓ વાસ્તવમાં શાશ્વત ઈશ્વર છે.

કળિયુગના 5505 વર્ષ 1997 માં પૂર્ણ થયા.

ભગવાન કબીરજીએ તેમના સાચા આધ્યાત્મિક જ્ઞાન અને પૂજાની રીતને તેમની પ્રિય આત્માઓ સુધી પહોંચાડવા માટે સખત સંઘર્ષ કર્યો. તેઓ જાણતા હતા કે આજે સમાજ અશિક્ષિત હોવાને કારણે તેમને નથી ઓળખી રહ્યો. તેથી જ કબીર પરમેશ્વરજીએ લગભગ 600 વર્ષ પહેલાં ધર્મદાસજીને કહ્યું હતું કે, “કલિયુગના 5505 વર્ષ (1997 ઈ. સ.)માં સમાજ શિક્ષિત થશે. હું ફરી આવીશ અને તે સમયે આખી દુનિયા મારી શરણમાં આવશે. પછી આખું વિશ્વ મુક્ત થઈ જશે. એ સમય નહી આવે ત્યાં સુધી મારા શબ્દો નિરાધાર લાગશે.”

પરમેશ્વર કબીરજીએ મગહરમાં દેહ છોડ્યો

જ્યારે તેમના શાશ્વત સ્થાન પર પાછા ફરવાનો સમય આવ્યો, ત્યારે કબીર પરમેશ્વરજીએ આ નશ્વર સંસારને છોડવા માટે મગહરને પસંદ કર્યું, કારણ કે તે સમયના ધર્મગુરુઓ દ્વારા એક ખાસ અફવા ફેલાવાઈ હતી કે “મગહરમાં મરવાવાળા ગધેડા બને છે અને જે કાશીમાં મરે છે, તે સ્વર્ગમાં જાય છે.” 120 વર્ષની ઉંમરે, તેઓ કાશીથી ત્રણ દિવસ ચાલીને મગહર પહોંચ્યા, જે દર્શાવે છે કે એક સાચા ઉપાસકને વૃદ્ધાવસ્થામાં પણ તકલીફ થતી નથી.

તેમના શિષ્ય, કાશીના રાજા વીરદેવ સિંહ બઘેલ, હજારો સશસ્ત્ર સૈનિકો અને દર્શકો સાથે કબીરજીનું અનુસરણ કર્યું. મગહરના રાજા બિજલી ખાન પઠાણ, જેઓ કબીર પરમેશ્વરના શિષ્ય પણ હતા, તેમણે શક્ય તમામ વ્યવસ્થા કરી હતી. વિદાય લેતા પહેલા ભગવાન કબીરજીએ ત્યાં સુકાઈ ચૂકેલી આમી નદીમાં પાણી વહેવડાવ્યું હતું.

કબીરજીએ જોયું કે, હિંદુ રાજા વીરદેવ સિંહ બઘેલ અને મુસ્લિમ રાજા બિજલી ખાન પઠાણ બન્નેએ પોતપોતાની સેના તૈયાર કરી લીધી છે. કબીરજીએ તેમને પૂછ્યું કે, તેઓ તેમની સેનાને શા માટે સાથે લાવ્યા છે ? વીરદેવ સિંહ બઘેલ અને બિજલી ખાન પઠાણ બંનેએ માથું નમાવી લીધુ. અન્ય હિંદુ અને મુસ્લિમ સૈનિકોએ તેમના ઇરાદા વ્યક્ત કરતા કહ્યું, “તમે અમારા ગુરુ છો. અમે તમારા અંતિમ સંસ્કાર અમારા ધર્મ પ્રમાણે કરાવીશું. જો તેઓ નહીં માને, તો અમારી વચ્ચે યુદ્ધ થઈ જશે.” ભગવાન કબીરજીએ કહ્યું, “શું મેં તમને 120 વર્ષ સુધી આ જ શીખવ્યું છે? તમે હિંદુ અને મુસલમાન બંને હજુ પણ તમારી જાતને અલગ માનો છો!

ભગવાન કબીરજીએ થોડો સમય ત્યાં હાજર સૌને આધ્યાત્મિક ઉપદેશ આપ્યો. ભગવાન કબીરજી જાણતા હતા કે તેમણે તેમનો વિચાર બદલ્યો નથી, ઉપરથી ભલે તેઓ તેમને “હા” કહેતા હોય છતાં પણ તેઓ દિલથી “હા” નહોતા કહી રહ્યા.

પછી, સતલોક પ્રસ્થાન માટે, કબીરજી એક ચાદર પર સૂઈ ગયા અને પોતાની જાતે બીજી ચાદર ઓઢી લીધી. ભક્તોએ શ્રદ્ધાથી ચાદર પર પુષ્પો અર્પણ કર્યા. થોડી વાર પછી કબીર પરમેશ્વરજીએ ઉપરથી કહ્યું, ચાદર ઉઠાવી લો. તમને મારું શરીર નહિ મળે. તમને ત્યાં જે કંઈ મળે તેને બે ભાગમાં વહેંચી લેજો, પરંતુ એકબીજા સાથે લડશો નહીં.”

જ્યારે તેમણે ઉપર જોયું તો એક તેજસ્વી પ્રકાશ ઉપર જઈ રહ્યો હતો. જ્યારે તેમણે ચાદર ઉઠાવી, ત્યારે તેમને કબીર પરમેશ્વરના શરીરના આકારમાં ફૂલો મળ્યા. તેઓ બધા રડવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે, આપણે આપણા ભગવાનને છેલ્લી ઘડીએ પણ સુખ આપી શક્યા નહી. તેઓ ખરેખર ભગવાન હતા. આપણે તેમને ઓળખી શક્યા નહી.” જે હિન્દુઓ અને મુસ્લિમો થોડા સમય પહેલા એકબીજા સાથે લડવા માટે તૈયાર હતા, તેઓ માતાપિતાના મૃત્યુ પર રડતા-ટળવળતા ભાઈ-બહેનની જેમ એકબીજાને ભેટીને રડી રહ્યા હતા.

તેમણે ફૂલોને બે ભાગમાં વહેંચી લીધા. આજે તે જ સ્થળ પર મગહરમાં એક સ્મારક છે. એક બાજુ ભગવાન કબીરજીનું હિંદુ મંદિર છે અને બીજી બાજુ મુસ્લિમ મજાર છે. મધ્યમાં એક જ દરવાજો છે. ત્યાં કોઈપણ સ્મારકની મુલાકાત લઈ શકે છે. આ રીતે પરમેશ્વર કબીરજીએ હિંદુ મુસ્લિમો વચ્ચે થનારા યુદ્ધને અટકાવ્યું અને બંનેને ભાઈચારાનો ઉપદેશ આપ્યો.

અન્ય સંપ્રદાયો પણ કબીર પ્રગટ દિવસની ઉજવણી કરે છે.

કબીર સાગર અધ્યાય કબીર વાણીમાં, પૃષ્ઠ 136-137 પર, બાર કબીર પંથનું વર્ણન છે. ભગવાન કબીરજીએ ધર્મદાસજીને કહ્યું હતું કે તે બાર સંપ્રદાયોમાં ફક્ત કાળનો આદેશ જ રહેશે. તેઓ કબીરજીનું નામ લે છે અને સતલોકનો મહિમા કહે છે, પરંતુ તેઓ કાળની જ પૂજા કરે છે. જે લોકો દ્વારા આ પંથોની ઉત્પત્તિ થશે તે પવિત્ર આત્માઓ હશે, પરંતુ એમની આવનારી પેઢીઓ કાળ પ્રેરિત હશે. અધ્યાય કબીર ચરિત્ર બોધ, પૃષ્ઠ નંબર 1870 માં, બાર પંથોના નામ લખવામાં આવ્યા છે. પછી કબીર વાણી પૃષ્ઠ 137 માં લખ્યું છે કે બારમા પંથમાં કબીર પરમાત્મા સ્વયં આવશે અને બીજા બધા પંથોનો અંત કરશે. પછી પૃષ્ઠ 134 પર “વંશ પ્રસાર” શીર્ષક હેઠળ કબીર પરમેશ્વર કહે છે કે, તેરમો વંશ જ્ઞાનના તમામ અંધકારને દૂર કરશે.

તે તેરમો પંથ સંત રામપાલજીએ શરૂ કર્યો છે. તેમના વંશની ઉત્પત્તિ બારમા કબીર પંથમાંથી થઈ છે, જે સંત ગરીબદાસજીનો પંથ છે. સતગુરુ રામપાલજીના ગુરુદેવ સ્વામી રામદેવાનંદજીએ ગુરુપદની જવાબદારી સંત રામપાલજીને સોંપતી વખતે કહ્યું, “તમારા જેવો સંત દુનિયામાં કોઈ નહીં હોય.” તે પરમેશ્વર કબીરના જ અવતાર છે. વર્ષ 1997 માં, પરમાત્મા કબીરજી સંત રામપાલજીને મળ્યા અને સતનામ અને સારનામનું રહસ્ય પ્રગટ કરવાનો આદેશ આપ્યો. હવે સમય આવી ગયો છે જ્યારે આખું વિશ્વ તેમની શરણ લેશે.

અહીં તેનું વર્ણન કરવાનો હેતુ એ છે કે બીજા બાર કબીર પંથો છે, જે કબીર સાહેબ પ્રગટ દિવસ ઉજવે છે. સમગ્ર ભારતમાં બીજા પણ કેટલાક કબીર પંથ છે, જે કાલની પ્રેરણાથી ઉદ્ભવ્યા છે. તેઓ બધા કબીર સાહેબ પ્રગટ દિવસ ઉજવે છે. પરંતુ, માત્ર કબીરજી દ્વારા મોકલવામાં આવેલ અધિકૃત સંત (કબીર વાણી અધ્યાય મુજબ તેરમો પંથ)જ પ્રગટ દિવસની સાચી રીત બતાવશે.

કબીર પ્રગટ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

સંત ગરીબદાસજીના પવિત્ર સદ્ગ્રંથ સાહેબજીના 5-7 દિવસીય પથને ધારણ કરીને સંત રામપાલજીના આધ્યાત્મિક પ્રવચનો આપીને આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. શરૂઆતથી જ તેઓ આવું કરતા આવ્યા છે. આ ઉપરાંત, દહેજ મુક્ત લગ્ન, રક્તદાન અને દેહદાન કેમ્પ, ભંડારા, સાચા આધ્યાત્મિક જ્ઞાન વિશે જાગૃતિ અને આધ્યાત્મિક પાખંડ વિરુદ્ધ જાગૃતિ એ પ્રકટ દિવસનું મુખ્ય કેન્દ્રબિંદુ હોય છે.

દહેજ મુક્ત લગ્નઃ રમૈણી

રમૈણીમાં સેંકડો દહેજ મુક્ત લગ્નો ખૂબ જ સાદગી સાથે કરવામાં આવે છે. વિવિધ ધર્મો, રાષ્ટ્રો અને જાતિના યુગલો એક પણ પૈસો આપ્યા વિના કે લીધા વિના લગ્ન કરે છે. વર-કન્યા ખૂબ જ સાદા વસ્ત્રો પહેરીને લગ્ન કરે છે. વર-કન્યાની સાથે આવેલા મહેમાનોને ભંડારામાં જ ભોજન કરાવવામાં આવે છે.  રમૈણી લગ્ન કરવાનો હેતુ લગ્નમાં દહેજ અને પૈસાનો  દેખાડો જેવા સામાજિક દુષણોને દૂર કરવાનો છે.

બ્લડ ડોનેશન અને બોડી ડોનેશન કેમ્પ (રક્તદાન અને દેહ દાન કેમ્પ)

દર વર્ષે કબીર સાહેબ પ્રગટ દિવસ દરમિયાન રક્તદાન અને દેહદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સેંકડો લોકો સ્વેચ્છાએ રક્તદાન કરે છે અને માનવતાના કલ્યાણ માટે મૃત્યુ પછી દેહનું દાન કરવા માટે નોંધણી કરાવે છે.

નિ:શુલ્ક ભોજન પીરસવું

સંત રામપાલજી મહારાજજી દ્વારા આયોજિત કબીર સાહિબ પ્રગટ દિવસમાં, ભંડારામાં તમામ વાનગીઓ શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ભોજનમાં કંઈક મીઠી વસ્તુનો સમાવેશ થાય છે, જેમ કે, લાડુ, જલેબી અથવા બૂંદીનો પ્રસાદ અને તેની સાથે સાથે વિવિધ પ્રકારની શાકભાજી અને પુરીઓ, રાયતુ, અથાણાં અને સલાડ. આ ભંડારો બધા માટે મફત હોય છે.

વાસ્તવિક આધ્યાત્મિક જ્ઞાન વિશે જાગૃતિ ફેલાવવી

સંત રામપાલજી મહારાજજીના આધ્યાત્મિક પ્રવચનો હંમેશા કબીર પ્રગટ દિવસનો મુખ્ય ભાગ હોય છે. સતગુરુ રામપાલજી મહારાજના આધ્યાત્મિક પ્રવચનો દરેક ધર્મના પવિત્ર ગ્રંથો પર આધારિત છે. તેઓ ભક્ત સમાજને વાસ્તવિક આધ્યાત્મિક જ્ઞાનથી માહિતગાર કરવા પ્રોજેક્ટર દ્વારા પવિત્ર પુસ્તકો બતાવે છે. કબીર સાહેબ પ્રગટ દિવસ દરમિયાન, ભગવાન કબીરજીની મહિમા અને લગભગ 600 વર્ષ પહેલાં કાશીમાં તેમના 120 વર્ષના લાંબા પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

ધાર્મિક પાખંડ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવી

જેમ કે ઉપરોકત વર્ણન અનુસાર, 12 કબીર પંથ છે. અને વળી, અન્ય પંથો પણ છે. તેમાંના કેટલાકને કબીર પંથ કહી શકાય છે; બીજા નથી. કેટલાય અલગ અલગ ધર્મો છે, જે પવિત્ર ગ્રંથો અનુસાર પૂજાની વિધિ નથી કરી રહ્યા. જેના પરિણામે, તે ધર્મો અથવા પંથોના કોઈપણ અનુયાયીઓ ભગવાન કબીર પાસેથી લાભ મેળવી શક્યા નહીં. ભગવાન કબીરજી સ્વયં સંત રામપાલજીના રૂપમાં આવ્યા છે. સંત રામપાલજીએ વર્તમાનમાં ચાલી રહેલા દરેક ધાર્મિક પાખંડને ઉઘાડા પાડ્યા અને પવિત્ર ગ્રંથોમાંથી આધ્યાત્મિકતાનો સાચો માર્ગ બતાવ્યો. તેમના આદેશથી, તેમના ભક્ત કબીર સાહેબ પ્રગટ દિવસના અવસર પર તે સાચા આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કરે છે.

આપણે દર વર્ષે કબીર પ્રગટ દિવસ શા માટે ઉજવીએ છીએ?

ભગવાન કબીરજી દ્વારા બતાવવામાં આવેલી સાચી ભક્તિ વિધિથી તમામ કષ્ટો દૂર થાય છે. પરમેશ્વર કબીરજી પોતે સર્વશ્રેષ્ઠ ભગવાન છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. અહીં કાશીમાં તેમના 120 વર્ષના લાંબા પ્રવાસ દરમિયાન, તેમણે કેટલાય લોકોના રોગ દૂર કર્યા છે. તેમણે તેમના 64 લાખ શિષ્યોના દુઃખ દૂર કર્યા અને તેમને સંપૂર્ણ મોક્ષ મેળવવા માટે સાચા મંત્રો આપ્યા. અહીં ભગવાન કબીરજીના પ્રકટ દિવસની ઉજવણી કરવાનું આનાથી વધુ સારું કારણ શું હોઈ શકે?

કબીરજીએ ગરીબદાસજીને સતજ્ઞાન આપ્યું હતું.

ભગવાન કબીરજી સમય સમય પર આવીને તેમની પ્રિય આત્માઓને મળે છે અને તેમને સાચું જ્ઞાન આપે છે. ભગવાન કબીરજી સંત ગરીબદાસજીને મળ્યા. કબીર પરમેશ્વરજીએ સંત ગરીબદાસજીને કહ્યું,

મૈં રોવત હૂં સૃષ્ટિ કો, યે સૃષ્ટિ રોવે મોહે ।

ગરીબદાસ ઇસ વિયોગ કો સમઝ ન સકતા કોયે ।।

આ વાણીમાં સંત ગરીબદાસજી કહી રહ્યા છે કે કબીર પરમેશ્વરજીએ કહે છે– હે ગરીબદાસ! હું દુનિયા માટે રડું છું કે તમે બધા મારા બાળકો છો. હું તમારો પિતા છું. તમે તમારી ભૂલને કારણે અહીં આ દુષ્ટ કાળના લોકમાં આવી ગયા. કાળ તમારો દુરુપયોગ કરી રહ્યો છે. તમે અહીં દુઃખી થઈ રહ્યા છો. મારા બતાવ્યા પ્રમાણે તમે પૂજા કરો અને તમારા મૂળ સ્થાન સતલોકમાં જાઓ, જ્યાં કોઈ દુ:ખ નથી.

અને, આ દુનિયા મારા માટે રડે છે કે હે ભગવાન! તમે સર્વશક્તિમાન છો, સર્જનહાર છો, સર્વના પાલનહાર છો. કૃપા કરીને અમને સુખ આપો. કૃપા કરીને અમારા કષ્ટો દૂર કરો. અમે તમારી ભક્તિ, પૂજા કરીએ છીએ, તમે અમને દર્શન કેમ નથી આપતા?

પરંતુ, જ્યારે હું તેમની પાસે જાઉં છું અને તેમને કહું છું કે હું ભગવાન છું. ત્યારે ઈશ્વર નિરાકાર હોવાની આ નિરાધાર માન્યતા પર દૃઢ હોવાને કારણે તેઓ મારા પર વિશ્વાસ નથી કરતા. આ કાળે આપણી વચ્ચે અજ્ઞાનતાની દીવાલ ઉભી કરી દીધી છે. આ વિયોગને કોઈ સમજી શકતું નથી.

આ વિયોગને સમજવા માટે એક ત્રીજા વ્યક્તિની જરૂર હતી. તે ત્રીજી વ્યક્તિ સતગુરુ છે, જે ભગવાનને તેમના આત્માઓ સાથે જોડે છે. સંત રામપાલજી મહારાજજી આજે એકમાત્ર સતગુરુ છે. તેઓ પોતે કબીરજીનો અવતાર છે. તેઓ એ જ આધ્યાત્મિક જ્ઞાન આપે છે અને કબીર પરમાત્માની જેમ જ પૂજાનો ઉપદેશ આપે છે. તેઓ પવિત્ર કબીર સાગરમાંથી પણ તેનું પ્રમાણ આપે છે.

કબીર પરમેશ્વરની આરાધના કરવાથી તમામ પ્રકારના કષ્ટો, પરેશાનીઓ દૂર થાય છે. સંત રામપાલજી કબીરજીના ધર્મગ્રંથ પર આધારિત પૂજાની પદ્ધતિ સમજાવે છે. જેના પરિણામે, તેમના હજારો ભક્તો છેલ્લા સ્ટેજના કેન્સર અને એઇડ્સ જેવા જીવલેણ રોગોથી પણ સાજા થયા છે. ભૂત અને પિતૃઓ તેમના ભક્તોને નુકસાન પહોંચાડી શકતા નથી. તેમના તમામ કષ્ટોનો અંત આવે છે. સંત રામપાલજી પાસેથી દીક્ષા લેવાથી વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી. બસ, પૂજાના નિયમ-મર્યાદાઓ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે.

સંત રામપાલજી કહે છે કે જો આપણે તેમના દ્વારા બતાવેલા તમામ નિયમોનું પાલન કરીએ અને તેમના દ્વારા આપવામાં આવેલી પૂજા વિધિ કરીએ, તો “કેન્સર તો શું? કેન્સર નો બાપ પણ સારો થઈ જશે! (કેન્સર શું છે?) તેમના ભક્તોએ આપેલી સાક્ષી, તેનું જીવતું જાગતું પ્રમાણ છે. તો આ વખતે ભગવાનને ઓળખવામાં થોડી પણ મોડું ન કરો. તેમના જ્ઞાનથી સ્વયં પરિચિત થાવ. સંત રામપાલજી મહારાજજીનું શરણ ગ્રહણ કરો અને પોતાનું કલ્યાણ કરાવો.

Latest articles

इस Christmas Day 2024 जानिए कौन है ईसा मसीह जी और कौन है सृष्टि रचियता?

क्रिसमस (Christmas Day in Hindi) पूरे विश्व के ईसाई धर्म के लोगों के द्वारा मनाया जाता हैं। जानिए सर्वशक्तिमान प्रभु के बारे में

Christmas 2024: Know How To Truly Celebrate Christmas

Christmas Day is celebrated on 25 December every year on the birthday of Jesus Christ. Know the story, facts, and quotes for Merry Christmas.

National Mathematics Day 2024 [Hindi]: जानिए भारतीय गणितज्ञ श्रीनिवास रामानुजन को जिनके सम्मान में भारतीय गणित दिवस मनाया जाता है

गणितज्ञ श्रीनिवास अयंगर रामानुजन के जन्मदिन 22 दिसंबर पर भारतीय गणित दिवस या राष्ट्रीय गणित दिवस (National Mathematics Day) मनाया जाता है

Good Governance Day 2024: Know About the Real Good Governance Model

Last Updated on 18 December 2024 IST: Good Governance Day (Birth Anniversary of India's...
spot_img

More like this

इस Christmas Day 2024 जानिए कौन है ईसा मसीह जी और कौन है सृष्टि रचियता?

क्रिसमस (Christmas Day in Hindi) पूरे विश्व के ईसाई धर्म के लोगों के द्वारा मनाया जाता हैं। जानिए सर्वशक्तिमान प्रभु के बारे में

Christmas 2024: Know How To Truly Celebrate Christmas

Christmas Day is celebrated on 25 December every year on the birthday of Jesus Christ. Know the story, facts, and quotes for Merry Christmas.

National Mathematics Day 2024 [Hindi]: जानिए भारतीय गणितज्ञ श्रीनिवास रामानुजन को जिनके सम्मान में भारतीय गणित दिवस मनाया जाता है

गणितज्ञ श्रीनिवास अयंगर रामानुजन के जन्मदिन 22 दिसंबर पर भारतीय गणित दिवस या राष्ट्रीय गणित दिवस (National Mathematics Day) मनाया जाता है