સંત ગરીબદાસજીનો જન્મ ઈ.સ. 1717 (વિક્રમી સંવત 1774)માં હરિયાણાના ઝજ્જર જિલ્લાના છુડાની ગામમાં થયો હતો. ગરીબદાસ મહારાજજીના નાના છુડાની ગામના હતા અને તે મૂળ રહેવાસી કરૌથા ગામ (જિલ્લો-રોહતક, હરિયાણા) ના હતા, અને તેમનું ગોત્ર ધનખડ હતુ. તેમના પિતા શ્રી બલરામજીના લગ્ન છુડાની ગામમાં શ્રી શિવલાલ સિહાગની પુત્રી રાણી દેવી સાથે થયા હતા. શ્રી શિવલાલજીને કોઈ પુત્ર ન હતો, તેથી તેમણે શ્રી બલરામજીને પોતાના ઘર જમાઈ તરીકે રાખી લીધા હતા. છુડાની ગામમાં 12 વર્ષ રહ્યા બાદ સંત ગરીબદાસ મહારાજજીનો જન્મ થયો હતો. શ્રી શિવલાલજી પાસે 2500 વીઘા (મોટા વીઘા, જે હાલના વીઘા કરતા 2.75 ગણા મોટા હતા) જમીન હતી. તે જમીનની હાલમાં 1400 એકર જમીન થાય છે (2500 2.75/5 1375 એકર) શ્રી બલરામજી તે બધી જમીનના વારસદાર બન્યા. અને તેમના પછી તેમના એકમાત્ર પુત્ર સંત ગરીબદાસજી એ બધી જમીનના વારસદાર બન્યા. તે સમયે પશુઓ વધારે પાળવામાં આવતા હતા. શ્રી બલરામજી લગભગ 150 ગાયો રાખતા હતા. તેમને ચરાવવા માટે, તેમના પુત્ર ગરીબદાસજી સાથે, અન્ય કેટલાક ભરવાડો (પાલી = ગોવાળિયા) રાખવામાં આવ્યા હતા, તેઓ પણ ગાયોને ચરાવવા માટે ખેતરોમાં લઈ જતા હતા.
10 વર્ષના બાળક ગરીબદાસજીની પૂર્ણ પરમાત્મા કબીર સાહેબજી સાથે મુલાકાત
જે સમયે સંત ગરીબદાસજી 10 વર્ષના થયા, તે સમયે તે અન્ય ગોવાળીયાઓ સાથે ‘નલા’ નામના ખેતરમાં ગાયો ચરાવવા ગયા હતા. ફાલ્ગુન મહિનાની સુદ બારસે દિવસના લગભગ 10 વાગ્યે પરમ અક્ષર બ્રહ્મ જિંદા મહાત્માના વેશમાં મળ્યા હતા. કબલાણા ગામની સરહદને અડીને ‘નલા ખેતર’ છે. બધા ગોવાળિયા શમડી/ખીજડાના ઝાડ નીચે બેસીને જમી રહ્યા હતા. આ ઝાડ કબલાણા ગામથી છુડાની તરફ જતા કાચા રસ્તા પર હતું. હાલમાં સરકાર દ્વારા તે રસ્તા પર રોડ બનાવી દીધો છે.
પરમેશ્વર કબીરજી સતલોકથી આવી ઝાડથી થોડા અંતરે ઉતરીને ત્યાંથી રસ્તા પર કબલાણા ગામથી છુડાની તરફ જવા લાગ્યા. જ્યારે ગોવાળીયાઓની પાસે પહોંચ્યા ત્યારે ગોવાળીયાઓએ કહ્યુ, બાબાજી, હુકમ કરો! રામ રામ! પરમેશ્વરે કહ્યુ, રામ રામ! ગોવાળીયાઓએ કહ્યુ કે બાબાજી! ભોજન ગ્રહણ કરો. પરમેશ્વરજીએ કહ્યુ કે હું મારા ગામથી ભોજન કરીને નીકળ્યો હતો. ગોવાળીયાઓએ કહ્યુ કે મહારાજ ! જો તમે ભોજન ન લેતા હોવ, તો તમારે દૂધ તો પીવુ જ પડશે. અમે મહેમાનને ખાધા-પીધા વગર જવા દેતા નથી. પરમેશ્વરે કહ્યુ, મને દૂધ આપો અને સાંભળો, હું કુંવારી ગાયનું દૂધ પીઉં છું. જે વૃદ્ધ ગોવાળીયા હતા તેમણે કહ્યુ કે તમે તો મજાક કરો છો, તમારો ઈરાદો દૂધ પીવાનો લાગતો નથી. કુંવારી ગાય ક્યારેય દૂધ આપે ખરી? પરમેશ્વરે ફરી કહ્યુ કે હું કુંવારી ગાયનું દૂધ પીવાનો છું.
પરમેશ્વર કબીરજી દ્વારા સંત ગરીબદાસજી તથા અન્ય ગોવાળોની સામે કુંવારી ગાયનું દૂધ પીવું
બાળક ગરીબદાસજી એક વાછરડી કે જેની ઉંમર દોઢ વર્ષની હતી, તેને જિંદા બાબા પાસે લાવીને ઊભી કરી દીધી. પરમાત્માએ વાછરડીની પીઠ પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. વાછરડીના આંચળ મોટા અને લાંબા થઈ ગયા. લગભગ 5 કિલોનું એક માટીનું વાસણ વાછરડીના આંચળ નીચે મૂકી દીધુ. આંચળમાંથી દૂધ આપમેળે જ બહાર વહેવા લાગ્યુ. તે માટીનું વાસણ ભરાઈ જતાં દૂધ નીકળવાનું બંધ થઈ ગયું. થોડુ દૂધ પહેલા જિંદા બાબાએ પીધું અને બાકીનું દૂધ અન્ય ગોવાળોને પીવા માટે આપ્યુ ત્યારે જે વૃદ્ધ ગોવાળીયા (જે 10-12 હતા) હતા, તેઓ કહેવા લાગ્યા કે બાબાજી, કુંવારી ગાયનું દૂધ તો પાપનું દૂધ છે, અમે નહીં પીએ. બીજુ કે અમને ખબર નથી કે તમે કઈ જાતિના છો? અમે તમારું એંઠું દૂધ નહીં પીએ. ત્રીજુ કે તમે આ દૂધ જાદુમંત્રથી કાઢ્યું છે. અમારા પર તે જાદુની ખરાબ અસર પડશે. આમ કહીને તેઓ જે શમડીના ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી ઉઠીને જતા રહ્યા અને દૂર જઈને કોઈ ઝાડ નીચે બેઠા.
ત્યારે બાળક ગરીબદાસજીએ કહ્યુ કે હે બાબાજી! તમારું એંઠું દૂધ તો અમૃત છે. મને આપો, થોડું દૂધ બાળક ગરીબદાસજીએ પીધું. જિંદા વેશધારી પરમેશ્વરે ગરીબદાસજીને જ્ઞાન ઉપદેશ આપ્યો. તત્વજ્ઞાન (સુક્ષ્મવેદનું જ્ઞાન) સમજાવ્યું.
સંત ગરીબદાસજીએ સતલોક તથા અન્ય લોકના દર્શન કર્યા
ગરીબદાસજીએ વધુ આગ્રહ કર્યો ત્યારે પરમેશ્વરે તેમની આત્માને શરીરથી અલગ કરી અને તેમને ઉપરના આધ્યાત્મિક મંડળોની યાત્રા કરાવી. એક બ્રહ્માંડમાં આવેલા બધા લોક બતાવ્યા, શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી શિવજીને જઈને મળ્યા, પછી બ્રહ્મલોક અને શ્રી દેવી (દુર્ગા)નો લોક બતાવ્યો. પછી 10મા (દસમા) દ્વાર (બ્રહ્મરંધ્ર)ને પાર કરીને કાળબ્રહ્મના 21 બ્રહ્માંડોના અંતિમ છેડે બનેલા અગિયારમાં દ્વારને પાર કરીને અક્ષર પુરુષના 7 શંખ બ્રહ્માંડવાળા લોકમાં પ્રવેશ કર્યો. બાળક ગરીબદાસજીને સર્વ બ્રહ્માંડ બતાવ્યા તથા અક્ષરપુરુષને મળ્યા. પહેલા તેના બે હાથ હતા, પણ જેવા પરમેશ્વર તેની નજીક પહોંચ્યા કે અક્ષરપુરુષે દસ હજાર (10,000) હાથ બનાવી લીધા. જેમ મોર પક્ષી તેની પાંખો ફેલાવી લે છે. અક્ષર પુરુષને જ્યારે સંકટની સ્થિતિ લાગે છે ત્યારે તે આવુ કરે છે, પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. કારણ કે અક્ષર પુરુષ વધુમાં વધુ 10,000 હાથ જ બતાવી શકે છે. તેના 10 હજાર હાથ છે. જ્યારે ક્ષર પુરુષના એક હજાર હાથ છે, જેણે ગીતા અધ્યાય 10 શ્લોક 11 માં, પોતાનુ એક હજાર હાથવાળુ વિરાટ રૂપ બતાવ્યુ હતુ. ગીતા અધ્યાય 11 શ્લોક 46 માં, અર્જુન કહે છે કે – હે સહસ્ત્રબાહુ (એક હજાર ભુજાઓવાળા), તમારા ચતુર્ભુજ રૂપમાં આવો. સંત ગરીબદાસજીને અક્ષરપુરુષના 7 શંખ બ્રહ્માંડ બતાવ્યા અને તેનું રહસ્ય સમજાવ્યુ. પછી પરમેશ્વર જીંદા બાબા તેમને અક્ષરપુરુષના લોકની સીમા પર બનેલા 12મા દ્વારની સામે લઈ ગયા. જ્યાંથી ભંવર ગુફામાં પ્રવેશ થાય છે.
જિંદાબાબા વેશધારી પરમેશ્વરે સંત ગરીબદાસજીને કહ્યુ કે દસમો દ્વાર (બ્રહ્મ રંધ્ર) મેં સતનામના જાપથી ખોલ્યો હતો. જે 11મો દ્વાર છે, તેને મેં ‘તત્ અને સત’ મંત્રો (જે સાંકેતિક મંત્રો છે) વડે ખોલ્યો હતો. તે દ્વાર પરના તાળા અન્ય કોઈપણ મંત્ર દ્વારા ખોલી શકાતા નથી. હવે આ બારમો (12મો) દ્વાર છે, હું તેને સત (સાર નામ)શબ્દથી ખોલીશ. આ સિવાય બીજા કોઈપણ નામનો જાપ કરવાથી તે ખુલી શકતો નથી. ત્યારે પરમાત્માએ મનમાં જ સારનામનો જાપ કર્યો, 12મો (બારમો) દ્વાર ખુલી ગયો અને જિંદા બાબાના રૂપમાં પરમેશ્વરે તથા સંત ગરીબદાસજીની આત્માએ ભંવર ગુફામાં પ્રવેશ કર્યો.
10 વર્ષના ગરીબદાસજીને સતલોકનું અદભુત દ્રશ્ય જોયુ
પછી સતલોકમાં પ્રવેશ કરીને એક સફેદ ગુંબજની સામે ઊભા રહી ગયા કે, જેની મધ્યમાં સિંહાસન પર (ઉર્દૂમાં તેને તખ્ત કહે છે) તેજોમય શ્વેત નર રૂપમાં પરમ અક્ષર બ્રહ્મજી વિરાજમાન હતા. જેના એક રોમ (શરીરના વાળ)માંથી એટલો પ્રકાશ નીકળી રહ્યો હતો કે જે કરોડો સૂર્યો અને તેટલી જ સંખ્યામાં ચંદ્રોના સંયુક્ત પ્રકાશ કરતાં પણ વધુ હતો. આના પરથી અનુમાન લગાવી શકાય કે તે પરમ અક્ષર બ્રહ્મ (સત્ય પુરુષ)જીના આખા શરીરની શોભા કેવી હશે ! સતલોક પોતે હીરા જેવો પ્રકાશમાન છે. જે પ્રકાશ પરમેશ્વરના પવિત્ર શરીરમાંથી અને તેમના અમરલોકમાંથી નીકળે છે, તેને માત્ર આત્માની આંખો (દિવ્ય દ્રષ્ટિ) દ્વારા જ જોઈ શકાય છે. ચર્મ દૃષ્ટિથી જોઈ શકાતો નથી.
પછી જિંદાબાબા બાળક ગરીબદાસજીને પોતાની સાથે તે સિંહાસન પાસે લઈ ગયા અને પછી ત્યાં રાખેલ ચંવર લઈને સિંહાસન પર બેઠેલા પરમાત્મા ઉપર હલાવવા લાગ્યા. બાળક ગરીબદાસજીએ વિચાર્યું કે પરમાત્મા તો આ છે, અને આ બાબા તો પરમાત્માના સેવક છે. તે જ સમયે તેજોમય શરીરવાળા ભગવાન સિંહાસન છોડીને ઉભા થઈ ગયા, અને જિંદા બાબાના હાથમાંથી ચંવર લઈ લીધુ અને જિંદા બાબાને સિંહાસન પર બેસવાનો ઈશારો કર્યો. જિંદાબાબાના વેશમાં પરમેશ્વર અસંખ્ય બ્રહ્માંડોના માલિકના રૂપમાં સિંહાસન પર બેસી ગયા. પહેલા વાળા પ્રભુ જિંદાબાબા પર ચંવર કરવા લાગ્યા. સંત ગરીબદાસજી હજુ વિચારી જ રહ્યા હતા કે આ બેમાંથી પરમેશ્વર કોણ હોઈ શકે? એટલામાં તેજોમય શરીરવાળા ભગવાન જિંદાબાબાના શરીરમાં સમાઈ ગયા, બંને એક થઈ ગયા. જિંદા બાબાના શરીરનું તેજ એટલુ જ થઈ ગયુ, જેટલુ તેજોમય પૂર્વમાં સિંહાસન પર બેઠેલા સત્યપુરુષનું હતુ. થોડીવાર પછી પરમેશ્વરે કહ્યુ, હે ગરીબદાસ! હું અસંખ્ય બ્રહ્માંડનો સ્વામી છું. મેં જ બધા બ્રહ્માંડોની રચના કરી છે. બધી આત્માઓને શબ્દ શક્તિ દ્વારા મેં જ રચી છે. પાંચ તત્વો અને સર્વ પદાર્થો પણ મેં જ ઉત્પન્ન કર્યા છે. ક્ષર પુરૂષ (બ્રહ્મ) અને અક્ષર પુરૂષ અને તેમના લોક પણ મેં જ બનાવ્યા છે. તેમના તપના બદલામાં મેં જ તેમને અમુક બ્રહ્માંડોનું રાજ્ય આપ્યું છે. હું 120 વર્ષ સુધી ધરતી પર કબીર નામથી વણકરની ભૂમિકા કરીને આવ્યો હતો.
પૂર્ણ પરમાત્મા કબીરજીએ કાશીમાં અવતરણની સત્ય કથા બતાવી
ભારત દેશ (જંબૂ દ્વીપ)ના કાશી નગર (બનારસ)માં નીરુ નીમા નામના પતિ-પત્ની હતા. તેઓ મુસ્લિમ વણકર હતા. તેઓ નિઃસંતાન હતા. જેઠ મહિનામાં પૂનમના દિવસે સવારે (બ્રહ્મ મુહૂર્તમાં) કાશીની બહારના જંગલમાં લહરતારા નામના સરોવરમાં, નવજાત શિશુનું રૂપ ધારણ કરીને, હું કમળના ફૂલ પર સૂતો હતો, હું મારા આ જ સ્થાનથી ગતિ કરીને ગયો હતો. નીરુ વણકર અને તેની પત્ની રોજ એ જ તળાવમાં સ્નાન કરવા જતા હતા. તે દિવસે મને બાળક રૂપમાં પ્રાપ્ત કરીને તેઓ ખૂબ જ ખુશ થયા. મને પોતાના ઘરે લઈ ગયા. મેં 25 દિવસ સુધી કંઈ પણ ખાધું ન હતુ. ત્યારે શિવજી સાધુના વેશમાં તેમના ઘરે આવ્યા.
એ બધી મારી જ પ્રેરણા હતી. શિવજીને મેં કહ્યુ હતુ કે હું કુંવારી ગાયનું દૂધ પીઉં છું ત્યારે નીરુ એક વાછરડી લઈ આવ્યો. મેં શિવજીને શક્તિ પ્રદાન કરી, તેમણે વાછરડીની પીઠ પર પોતાનો આશીર્વાદયુક્ત હાથ મૂક્યો. કુંવારી ગાયે દૂધ આપ્યું ત્યારે મેં દૂધ પીધું. હું દરેક યુગમાં આવી લીલા કરું છું. જ્યારે હું શિશુરૂપમાં પ્રગટ થાઉં છું, ત્યારે કુંવારી ગાયો દ્વારા મારા પાલનની લીલા થાય છે. હે ગરીબદાસ! ચારેય વેદ મારી મહિમાના ગુણગાન કરે છે.
વેદ મેરા ભેદ હૈ, મૈં ના વેદન કે માંહી । જૌન વેદ સે મૈં મિલૂં, વહ વેદ જાનતે નાહીં ।।
ઋગ્વેદ મંડળ 9 સૂક્ત 1 મંત્ર 9માં લખ્યું છે કે જ્યારે પરમેશ્વર શિશુ રૂપમાં પૃથ્વી પર પ્રગટ થાય છે, ત્યારે તેમના પાલનની લીલા કુંવારી ગાયો દ્વારા થાય છે. હું સત્યયુગમાં ‘સત્યસુકૃત’ નામથી પ્રગટ થયો હતો. ત્રેતાયુગમાં હું “મુનિન્દ્ર” નામથી અને દ્વાપરમાં “કરુણામય” નામથી તથા સંવત 1455માં જેઠ મહિનામાં પૂનમના દિવસે કળિયુગમાં “કબીર” નામે પ્રગટ અને પ્રસિદ્ધ થયો હતો.
આ સર્વ જ્ઞાન સાંભળીને ગરીબદાસજીએ કહ્યું કે પરવરદિગાર! આ જ્ઞાન મને કેવી રીતે યાદ રહેશે? ત્યારે પરમેશ્વરજીએ બાળક ગરીબદાસજીને આશીર્વાદ આપીને કહ્યુ કે મેં તારો જ્ઞાનયોગ ખોલી દીધો છે, આધ્યાત્મિક જ્ઞાન તારા અંતઃકરણમાં નાખી દીધુ છે. હવે તમને અસંખ્ય યુગો પહેલાથી લઈને વર્તમાન અને ભવિષ્યનું પણ જ્ઞાન યાદ રહેશે.
સંત ગરીબદાસજીને મૃત જાણીને અંતિમ સંસ્કારની તૈયારી
બીજી બાજુ, પૃથ્વી પર સાંજે 3 વાગ્યાની આસપાસ, અન્ય ગોવાળીયાઓ(ભરવાડો)ને યાદ આવ્યું કે ગરીબદાસ અહીં નથી, તેને લઈ આવો. પછી એક ગોવાળ ગયો. તેણે દૂરથી બૂમ પાડી, ઓ ગરીબદાસ! આવી જા, ગાયો સામે ઊભા રહીને તારો વારો લઈ લે, અમે ઘણા સમયથી ઊભા છીએ. ગરીબદાસજી કંઈ બોલ્યા નહિ કે ઉઠયા નહિ. કારણ કે પૃથ્વી પર તો માત્ર શરીર હતું, જીવાત્મા તો ઉપરના મંડળોમાં ફરી રહી હતી. તે ગોવાળે નજીક જઈને હાથ વડે શરીરને હલાવ્યુ તો શરીર જમીન પર પડી ગયુ. પહેલા તે સુખાસનમાં સ્થિર હતા. જ્યારે ગોવાળને બાળક ગરીબદાસ મૃત જણાયો, ત્યારે તેણે બૂમો પાડી. બીજા ગોવાળિયા દોડી આવ્યા. તેમાંથી એક છુડાની ગામ તરફ દોડ્યો, છુડાની ગામથી કબલાણા ગામ જવાના રસ્તે તે શમડીનું ઝાડ હતું. જેની નીચે પરમેશ્વરજી જિંદા રૂપમાં, ગરીબદાસજી અને અન્ય ગોવાળીયાઓ સાથે બેઠા હતા. કબલાણા ગામની સીમાને અડીને તે ખેતર હતુ, જે છુડાની ગામનું છે અને ગરીબદાસજીનું પોતાનું જ ખેતર હતુ. તે જગ્યા છુડાની ગામથી દોઢ કિલોમીટર દૂર છે.
છુડાની ગામમાં જઈને, તે ગોવાળે ગરીબદાસજીના માતા-પિતા, નાના-નાનીને બધી વાત જણાવી કે, એક બાબાએ જાદુથી કુંવારી ગાયનું દૂધ કાઢ્યું, અમે તો તે દૂધ પીધું નહિ પણ બાળક ગરીબદાસે પી લીધુ. અમે અત્યારે જોયુ તો તે મરી ગયો છે. બાળકના મૃતદેહને ચિતા પર મૂકીને અંતિમ સંસ્કાર કરવાની તૈયારી થઈ ગઈ. તે જ સમયે પરમેશ્વરજીએ કહ્યુ કે, હે ગરીબદાસ! તમે નીચે જાઓ. તમારા શરીરને નષ્ટ કરવા જઈ રહ્યા છે. જ્યારે ગરીબદાસજીએ નીચે જોયું તો સતલોકની સરખામણીમાં આ પૃથ્વી નરક જેવી દેખાતી હતી. બાળક ગરીબદાસજીએ કહ્યુ, હે પ્રભુ! મને નીચે ન મોકલો, મને અહીં જ રાખી લો. ત્યારે સત્યપુરુષ કબીરજીએ કહ્યુ કે તમે પહેલા ભક્તિ કરો, જે સાધના હું તમને બતાવીશ, એની ભક્તિની કમાણી (શક્તિ)થી પછી તમને અહીં કાયમી સ્થાન મળશે. સામે જો, પેલો તારો મહેલ છે, તે ખાલી પડ્યો છે.
અહીં તમામ ખાદ્ય પદાર્થો ભરપુર છે. નીચે ધરતી પર તો જો વરસાદ પડે તો અન્ન પેદા થશે. કેટલી મહેનત કરવી પડે છે. અહીંયા જેવા પદાર્થો પૃથ્વી પર છે જ નહિ. તમે નીચે જાઓ. પ્રથમ મંત્ર મેં તને આપી દીધો છે, પછી સતનામ પણ તને આપવા આવીશ. આ સતનામ બે અક્ષરનું હોય છે. એક ઓમ અક્ષર છે, બીજો તત્ (તે સાંકેતિક છે) અક્ષર છે. પછી થોડા સમય બાદ હું તને સારનામ આપીશ. આ બધા નામો (પ્રથમ, બીજો અને ત્રીજો)ની સાધના કર્યા બાદ જ તમે અહીં આવી શકશો. હું હંમેશા ભક્તની સાથે રહુ છું, તુ ચિંતા કરીશ નહીં. હવે તમે જલ્દી જાવ.
આમ કહીને પરમ અક્ષર પુરૂષજીએ સંત ગરીબદાસજીના જીવને તેમના શરીરમાં પ્રવેશ કરાવી દીધો. પરિવારના સભ્યો ચિતાને અગ્નિ આપવાના જ હતા, તે જ સમયે બાળકના શરીરમાં હલનચલન થઈ. મૃતદેહને જે દોરડાથી બાંધીને લઈ જવામાં આવે છે, તે દોરડું પણ તેની જાતે જ તૂટી ગયુ. સંત ગરીબદાસજી ઉઠીને બેઠા અને ચિતા પરથી નીચે ઉતરીને ઉભા રહ્યા. આ જોઈને ત્યાં હાજર ગામના લોકો અને પરિવારના લોકો રાજીના રેડ થઈ ગયા. બાળક ગરીબદાસ ઉપરની તરફ આંખો કરીને પરમાત્માને જોઈ રહ્યા હતા અને જે અમૃતજ્ઞાન પરમેશ્વરે તેમના અંતઃકરણમાં નાખી દીધુ હતુ, તે અમૃતવાણી દોહા, ચોપાઈ અને લોકોક્તિના રૂપમાં બોલવા લાગ્યા. ગામલોકોને તે અમૃતવાણીનુ જ્ઞાન ન હતુ, તેથી તેઓએ વિચાર્યું કે બાબાએ બાળક પર જંતરમંતર કરી દીધુ છે, જેના કારણે તે બડબડ કરી રહ્યો છે. કંઈક ને કંઈક બોલ્યા કરે છે. પરંતુ તેઓ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનતા હતા કે છોકરીનો પુત્ર જીવતો થઈ ગયો. ભલે તે પાગલ હોય, છોકરી રાણી દેવી તેને જોઈને ખુશ રહેશે. આમ સમજીને મહાપુરુષ ગરીબદાસજીને પાગલ (ગામની ભાષામાં ઘેલો) કહેવા લાગ્યા.
આ ઘટનાના ત્રણ વર્ષ પછી છુડાની ગામમાં એક ગોપાલદાસ નામના સંત આવ્યા. જે દાદુ દાસજીના પંથ દ્વારા દીક્ષિત હતા. તે સંતોની વાણી સમજતા હતા. તેનું મહત્વ જાણતા હતા. તે વૈશ્ય જાતિના હતા અને સંતના વેશમાં રહેતા હતા. એક વાણિયાના ઘરે જન્મેલા હોવાથી તે થોડાક ભણેલા પણ હતા. તેમણે ઘર છોડીને સન્યાસ લીધો હતો. મોટે ભાગે મુસાફરી કરતા રહેતા હતા. તે ગામડે ગામડે જઈને પ્રચાર કરતા હતા. કેટલાક શિષ્યો પણ બનાવ્યા હતા. તેમનો એક વૈરાગી જાતિનો છુડાની ગામનો પણ શિષ્ય હતો. તે તેના ઘરે જ રોકાયો હતો. તે શિષ્યએ સંત ગોપાલદાસને કહ્યું કે હે ગુરુદેવ! અમારા ગામના ચૌધરીનો દૌહિત્ર (દીકરીનો છોકરો) કોઈ સાધુના જંતરથી પાગલ થઈ ગયો. એ તો મરી ગયો હતો, તેને ચિતા પર મૂકી દીધો હતો. છોકરી રાણીના નસીબથી બાળક જીવતો તો થઈ ગયો, પણ પાગલ થઈ ગયો છે. બધી જગ્યાએ સારવાર કરાવી, ઝાડ-ફૂંક કરનારાઓ પાસેથી ઈલાજ કરાવી લીધો, બીજી ઘણી દવાઓ ગાંડપણ દૂર કરવાની પણ બહુ ખવડાવી, પણ કોઈ રાહત ના મળી. તે શિષ્યએ આગળ બનેલી બધી ઘટના પણ કહી કે કેવી રીતે કુંવારી ગાયનું દૂધ કાઢીને બાળક ગરીબદાસને પીવડાવ્યુ હતુ. પછી તેણે કહ્યુ કે એવુ કહેવાય છે કે સંતની વિદ્યાને માત્ર સંત જ કાપી શકે છે, કંઈક કૃપા કરો ગુરુદેવ!
સંત ગોપાલદાસજીએ કહ્યુ કે તે છોકરાને બોલાવો. શિષ્યએ ચૌધરી શિવલાલજીને કહ્યુ કે મારા ઘરે એક બાબાજી આવ્યા છે. મેં તેમને તમારા દૌહિત્ર ગરીબદાસ વિશે કહ્યુ છે. બાબાજીએ કહ્યુ છે કે એકવાર લઈ આવો, સારું થઈ જશે. એક વાર બતાવી જુવો, હવે તો બાબાજી ગામમાં જ આવ્યા છે, તે ખૂબ જ પહોંચેલા સંત છે.
શિવલાલજીની સાથે ગામના બીજા કેટલાક લોકો પણ બાબા પાસે ગયા. પોતાની સાથે બાળક ગરીબદાસજીને પણ લઈ ગયા. સંત ગોપાલદાસજીએ બાળક ગરીબદાસજીને પૂછ્યું કે બેટા! એ બાબા કોણ હતા, જેણે તારુ જીવન બરબાદ કરી દીધુ. પ્રિય વાચકોને અહીં જણાવવુ જરૂરી છે કે સંત ગોપાલદાસજી સંત દાદુ દાસજીના પંથથી દીક્ષિત હતા. સંત ગરીબદાસજીની જેમ, સંત દાદુજીને પણ 7 વર્ષની ઉંમરે (જોકે, એક પુસ્તકમાં, 11 વર્ષની ઉંમરે જિંદા બાબા મળ્યા હતા એવું લખેલું છે. પણ આપણે જ્ઞાન સમજવાનું છે, નિરર્થક દલીલોમાં ન પડવું જોઈએ.) બાબા જિંદાના વેશમાં પરમેશ્વર કબીરજી મળ્યા હતા. સંત દાદુજીને પણ પરમેશ્વર તેમના શરીરમાંથી કાઢીને સતલોકમાં લઈ ગયા હતા. સંત દાદુજી ત્રણ દિવસ અને રાત સુધી બેભાન રહ્યા હતા. ત્રીજા દિવસે ફરી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે કહ્યુ કે હું પરમેશ્વર કબીરજી સાથે અમરલોક ગયો હતો. તે આલમ મહાન કબીર છે, તે સર્વ રચનહાર છે. તે સર્વ સૃષ્ટિનો સર્જનહાર છે. દાદુજીએ કહ્યુ કે:-
જિન મુઝકો નિજ નામ દિયા, સોઈ સતગુરુ હમાર ।
દાદૂ દૂસરા કોઈ નહીં, કબીર સિરજન હાર ।। 1
દાદૂ નામ કબીર કી, જૈ કોઈ લેવે ઓટ ।
ઉનકો કબહુ લાગે નહીં, કાલ વજ્ર કી ચોટ ।। 2
અબ હી તેરી સબ મિટૈ, કાલ કર્મ કી પીડ (પીર)।
સ્વાંસ ઉસ્વાંસ સુમરલે, દાદૂ નામ કબીર ।। 3
કેહરી નામ કબીર કા, વિષમ કાલ ગજરાજ ।
દાદૂ ભજન પ્રતાપ સે, ભાગૈ સુનત આવાજ ।। 4
આ રીતે દાદુજીના ગ્રંથમાં વાણી લખેલી છે. ગોપાલદાસ એ વાત જાણતા હતા કે દાદૂજીને વૃદ્ધ બાબાના રૂપમાં પરમાત્મા મળ્યા હતા. દાદૂજી મુસ્લિમ તેલી હતા. તેથી મુસ્લિમ સમાજ કબીરનો અર્થ મહાન કરે છે. જેના કારણે કાશીના વણકર કબીરને માનતા નથી. દાદૂ પંથીઓ કહે છે કે કબીરનો અર્થ મહાન ભગવાન, અલ્લાહુ કબીર = અલ્લાહ કબીર છે.
આ જ રીતે શ્રી નાનક દેવજી સુલતાનપુર શહેરની નજીક વહેતી બેઈ નદીમાં સ્નાન કરવા ગયા હતા. તે સમયે પરમાત્મા જિંદા બાબાના રૂપમાં મળ્યા હતા. તેમને પણ ત્રણ દિવસ સુધી પોતાની સાથે રાખ્યા હતા. તેમને સતલોક લઈ ગયા હતા. પછી તેમને પાછા ધરતી પર છોડી ગયા હતા.
એક અબ્રાહિમ સુલતાન અધમ નામનો બલખ બુખારા શહેરનો રાજા હતો. (ઈરાક દેશનો રહેવાસી હતો) તેને પણ પરમાત્મા જિંદા બાબાના રૂપમાં મળ્યા હતા. તેનો ઉદ્ધાર પણ કબીર પરમેશ્વરે કર્યો હતો.
સંત ગોપાલદાસે બાળક ગરીબદાસજીને પ્રશ્ન કર્યો હતો કે તને બાબા મળ્યા હતા, તે કોણ હતા? જેણે તારુ જીવન બરબાદ કરી દીધુ. સંત ગરીબદાસજીએ જવાબ આપ્યો હતો કે હે મહાત્માજી! જે બાબા મને મળ્યા હતા, તેમણે મારુ કલ્યાણ કરી દીધુ, મારું જીવન આબાદ કરી દીધુ. તે પૂર્ણ પરમાત્મા છે.
સંત ગરીબદાસજીની વાણીમાં પરમાત્મા કબીર સાહેબની મહિમા
ગરીબ, હમ સુલ્તાની નાનક તારે, દાદૂ ફૂં ઉપદેશ દિયા ।
જાતિ જુલાહા ભેદ નહીં પાયા, કાશી માહે કબીર હુઆ ।। 1
ગરીબ, અનંત કોટિ બ્રહ્મણ્ડ
કા, એક રતી નહીં ભાર ।
સતગુરુ પુરુષ કબીર હૈ, કુલ કે સિરજન હાર ।। 2
ગરીબ, સબ પદવી કે મૂલ હૈ, સકલ સિદ્ધિ હૈ તીર ।
દાસ ગરીબ સત્પુરુષ ભજો,
અવિગત કલા કબીર ।। 3
ગરીબ, અજબ નગર મેં લે ગએ, હમકો સતગુરુ આન ।
ઝિલકે બિમ્બ અગાધ ગતિ, સુતે ચાદર તાન ।। 4
ગરીબ, શબ્દ સ્વરુપી ઉતરે, સતગુરુ સત્ કબીર ।
દાસ ગરીબ દયાલ હૈ, ડિગે બંધાવે ધીર ।। 5
ગરીબ, અલલ પંખ અનુરાગ હૈ, સુન્ન મંડલ રહે થીર ।
દાસ ગરીબ ઉધારીયા, સતગુરુ મિલે કબીર ।। 6
ગરીબ, પ્રપટન વહ લોક હૈ, જહાઁ અદલી સતગુરુ સાર ।
ભક્તિ હેત સે ઉતરે, પાયા હમ દીદાર ।। 7
ગરીબ, ઐસા સતગુરુ હમ મિલ્યા, હૈ જિંદા જગદીશ ।
સુન્ન વિદેશી મિલ ગયા, છત્ર મુકુટ હૈ શીશ ।। 8
ગરીબ, જમ જૌરા જાસે ડરેં, ધર્મરાય ધરૈ ધીર ।
ઐસા સતગુરુ એક હૈ, અદલી અસલ કબીર ।। 9
ગરીબ, માયા કા રસ પીય કર, હો ગયે ડામાડોલ ।
ઐસા સતગુરુ હમ મિલ્યા, જ્ઞાન યોગ દિયા ખોલ ।।10
ગરીબ, જમ જૌરા જાસે ડરેં, મિટેં કર્મ કે લેખ ।
અદલી અસલ કબીર હૈ કુલ કે સતગુરુ એક ।।11
સંત ગરીબદાસજીને કોણ મળ્યુ હતુ? બાબાજીને તેમનો પરિચય આપ્યો. જેની સ્પષ્ટતા સંત ગરીબદાસજીએ ઉપર લખેલી વાણીઓમાં કરી દીધી છે કે, પરમેશ્વર કબીરજીએ અમને બધાને એટલે કે સંત ગરીબદાસ, સંત દાદૂ દાસ, સંત નાનક દેવ અને રાજા અબ્રાહીમ સુલતાની વગેરેને પાર કર્યા છે. તે ભારતના કાશી શહેરમાં કબીર વણકરના નામથી પ્રસિદ્ધ થયા છે. તે અનંત કોટી બ્રહ્માંડોના સર્જનહાર છે. મને તે મળ્યા હતા. આ ઉપરોક્ત વાણી બોલીને સંત ગરીબદાસ, 13 વર્ષના બાળક આગળ ચાલવા લાગ્યા.
સંત ગોપાલદાસજી દ્વારા આગ્રહ કરવાથી સંત ગરીબદાસજીની અમૃતવાણીઓના અમર ગ્રંથની રચના
સંત ગોપાલદાસજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. આ આત્મા તો પરમાત્માને મળીને આવી છે. કેવી સરસ અમૃતવાણી બોલી રહ્યો છે! આ વાણી લખી લેવી જોઈએ. આમ વિચાર કરીને બાળક ગરીબદાસજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, અરે ગામના લોકો ! આ બાળક પાગલ નથી, તમે પાગલ છો. તે શું કહે છે, તે તમે સમજી શક્યા નહીં. મને ખબર પડી ગઈ છે કે આ બાળક તો ભગવાનનો અવતાર છે. તેને તો જિંદા બાબાના રૂપમાં સ્વયં ભગવાન મળ્યા હતા. આ જ રીતે અમારા આદરણીય દાદૂ સાહેબજીને પણ મળ્યા હતા. દાદૂજીની બધી વાણી લખવામાં આવી ન હતી. હવે આ બાળક પાસેથી બધી વાણી લખાવડાવીશ, હું જાતે લખીશ. આ વાણી કળયુગમાં અનેક જીવોનું કલ્યાણ કરશે. સંત ગોપાલદાસજી દ્વારા વારંવાર આગ્રહ કરવાથી સંત ગરીબદાસજીએ કહ્યુ, ગોપાલદાસજી, જો બધી વાણી લખવાના હોવ તો હું લખાવીશ, ક્યાંક અધવચ્ચે છોડી દે તો નહીં લખાવુ. સંત ગોપાલદાસજીએ કહ્યુ, મહારાજજી, હું તો પરમાર્થ અને કલ્યાણ કરાવવા માટે ઘર છોડીને નીકળી ચુક્યો છું, મારી ઉંમર 62 વર્ષ થઈ ચૂકી છે. મારી પાસે આનાથી વધુ સારૂ કાર્ય શું હોઈ શકે. તમે કૃપા કરો.
ત્યારે સંત ગરીબદાસજી અને સંત ગોપાલ દાસજી બોરના બગીચામાં એક શમડીના ઝાડ નીચે બેસીને વાણી લખવા-લખાવવા લાગ્યા. તે બોરનો બગીચો સંત ગરીબદાસજીનો પોતાનો જ હતો. તે સમયે રાજસ્થાનની જેમ છુડાની ગામની આસપાસ રેતાળ વિસ્તાર હતો. ત્યાં શમડીના વૃક્ષો વધુ થતા હતા. તેના છાયડાનો વધુ ઉપયોગ થતો હતો. આ રીતે સંત ગરીબદાસજીએ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરેલ તત્વજ્ઞાન, અને પોતાની આંખોએ જોયેલી ઘટનાને વાણીના રૂપમાં બોલી અને સંત ગોપાલદાસજીએ લખી. લગભગ છ મહિના સુધી આ કાર્ય કરવામાં આવ્યુ. પછી જ્યારે પણ કોઈની સાથે વાતચીત થતી ત્યારે સંત ગરીબદાસજી વાણી બોલતા હતા ત્યારે અન્ય વ્યક્તિઓ પણ તેને લખી લેતા હતા. આ બધી વાણીઓ ભેગી કરીને એક ગ્રંથ બનાવાયો, જે હાથથી લખવામાં આવ્યો હતો.
સંત ગરીબદાસજીના સમયથી જ આ ગ્રંથનો પાઠ કરવાની શરૂઆત થઈ ગઈ હતી. તેને થોડા વર્ષો પહેલા ટાઈપ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત પરમેશ્વર કબીરજીએ જે સૂક્ષ્મ વેદ પોતાના મુખ કમળથી બોલ્યો હતો તે અમૃત સાગર (કબીર સાગર)માંથી કેટલીક અમૃતવાણી લઈને ગ્રંથના અંતમાં લખી છે, આ પવિત્ર અમૃત વાણીના પુસ્તકને અમર ગ્રંથ નામ આપવામાં આવ્યુ છે. આ અમૃતવાણીનો હવે સરલાર્થ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
લેખક અને સરલાર્થ કર્તા:- (સંત) રામપાલ દાસ
સતલોક આશ્રમ
ટોહાના રોડ, બરવાલા. જિલ્લો હિસાર (હરિયાણા)