HomeBlogs73મોઅવતરણ (અવતાર) દિવસ 2023 (Gujarati) - તત્વદર્શીસંતરામપાલજીમહારાજ

73મોઅવતરણ (અવતાર) દિવસ 2023 (Gujarati) – તત્વદર્શીસંતરામપાલજીમહારાજ

Date:

જ્યારે જ્યારે ધરતી પર અધર્મ વધે છે, ત્યારે ત્યારે પરમાત્મા સ્વયં અથવા તેમની માનીતી-ચૂંટેલી આત્માને ધરતી પર અવતાર રૂપે પ્રગટ કરે છે.

Table of Contents

ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 7 અને 8

યદા, યદા, હિ, ધર્મસ્ય, ગ્લાનિ:, ભવતિ, ભારત, અભ્યુત્થાનમ, અધર્મસ્ય, તદા, આત્માનમ, સૃજામિ, અહમ ।। પરિત્રાણાય, સાધૂનામ, વિનાશાય, , દુષ્કૃતામ, ધર્મસંસ્થાપનાર્થાય, સંભવામિ, યુગે, યુગે ।।

અર્થ: જ્યારે પણ ધર્મનો ક્ષય થાય છે અને અધર્મ વધે છે, ત્યારે હું (સર્વશક્તિમાન) સ્વયં અથવા મારા અવતારને મોકલું છું, જે પુણ્યાત્માઓનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા અને શાસ્ત્ર આધારિત ભક્તિનો માર્ગ આપવા માટે પ્રગટ થાય છે. હું દરેક યુગમાં મારા અવતાર પ્રગટ કરું છું અને દિવ્ય લીલા કરીને ધર્મની સ્થાપના કરું છું.

સર્વશક્તિમાન પરમેશ્વર, સમગ્ર સૃષ્ટિના સર્જક અમરલોકમાંથી સમયાંતરે આ મૃત્યુલોકમાં અવતરીત થાય છે અને વર્તમાન સમયમાં પણ મહાન સંત રામપાલજી મહારાજના રૂપમાં દિવ્ય લીલા કરી રહ્યા છે. 8મી સપ્ટેમ્બર એ શુભ દિવસ છે, જ્યારે દર વર્ષે સર્વશક્તિમાન કબીર સાહેબજીના અવતાર સંત રામપાલજી મહારાજજીનો અવતાર દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

જરૂર વાંચો: વાર્ષિક કાર્યક્રમ

આ લેખમાં નીચે દર્શાવેલ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

  • 73મો અવતરણ (અવતાર) દિવસ 2023 – સંત રામપાલજી મહારાજ
  • અવતારનો અર્થ શું છે?
  •  આધ્યાત્મિક ગુરુ સંત રામપાલજી મહારાજ વિશે જાણકારી
  • અવતાર સંત રામપાલજી મહારાજનો એકમાત્ર ઉદ્દેશ્ય
  • અવતાર સંત રામપાલજી મહારાજ વિશેની ભવિષ્યવાણીઓ
  • અવતાર દિવસ 2023 સમારોહ: લાઇવ ઇવેન્ટ
  • અવતાર સંત રામપાલજી મહારાજ વિશે પવિત્ર ગ્રંથોમાંથી પ્રમાણ
  • અવતાર સંત રામપાલજી મહારાજ વિશે સર્વશક્તિમાન કબીરજીની ભવિષ્યવાણી
  • સંત રામપાલજી મહારાજનું સામાજિક ઉત્થાનમાં યોગદાન
  • અવતરણ (અવતાર) દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

73મો અવતરણ (અવતાર) દિવસ 2023 – સંત રામપાલજી મહારાજ

8 સપ્ટેમ્બર, 2023 એ જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજજીનો 73મો અવતરણ દિવસ છે. તે પૂર્ણ બ્રહ્મ/પરમેશ્વરના અવતાર છે, જેમણે 17 ફેબ્રુઆરી 1988ના રોજ પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી અને સામાજિક પાખંડવાદની બેડીઓ તોડીને લાખો લોકોને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવ્યો. તેમના વિશે પ્રસિદ્ધ ભવિષ્યવક્તાઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે તેઓ છેલ્લા મસીહા છે, જે સુવર્ણ યુગ લાવશે અને જેના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરુ બનશે. આ લેખ વિશ્વના તારણહાર સંત રામપાલજી મહારાજનું જીવંત વિવરણ પ્રદાન કરશે.

આગળ વધીએ, સૌ પ્રથમ આપણે અવતારનો અર્થ સમજીશું?

અવતારનો અર્થ શું છે?

અવતાર એટલે ધર્મની સ્થાપના કરવા માટે અમરલોકથી આવીને મૃત્યુલોકમાં પ્રગટ થનારા એક દિવ્ય પુરૂષ એટલે કે આ મૃત્યુલોક પર શાસન કરતી દુષ્ટ શક્તિઓથી પીડિત આત્માઓનું રક્ષણ કરનાર. આધ્યાત્મિક પૂર્ણતાથી સજ્જ કોઈ સર્વોચ્ચ આત્માના અવતારનું પૃથ્વી પર આવવું એ એક નિયમિત ઘટના છે, જે દરેક યુગમાં થતી હોય છે. દિવ્ય અવતરણ, એટલે કે, અનંતમાંથી નશ્વર સંસારમાં સર્વોચ્ચ આત્માનું પ્રગટ થવું.

સંત રામપાલજી મહારાજ એ પરમ અક્ષર બ્રહ્મ/સત્પુરુષ/શબ્દ સ્વરૂપી રામ/અકાલ પુરુષના એ જ દિવ્ય અવતાર છે, જેઓ તમામ પવિત્ર ગ્રંથો અનુસાર ભક્તિનો સાચો માર્ગ પ્રદાન કરે છે, જેમના માર્ગદર્શન હેઠળ સુવર્ણ યુગની શરૂઆત થશે, જેની ભવિષ્ય વાણી પ્રસિદ્ધ ભવિષ્યવક્તાઓ દ્વારા કરવામાં આવેલ છે.

 આધ્યાત્મિક ગુરુ સંત રામપાલજી મહારાજ વિશે જાણકારી

તેમની આધ્યાત્મિક યાત્રા 17 ફેબ્રુઆરી 1988ના રોજ કબીર પંથી ગુરુ સ્વામી રામદેવાનંદજીના શિષ્ય બન્યા બાદ શરૂ થઈ, જેને દર વર્ષે “બોધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. (આ દિવસે તેમનો આધ્યાત્મિક જન્મ થયો હતો) સ્વામી રામદેવાનંદજીએ વર્ષ 1994માં તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા અને કહ્યું કે “આ આખી દુનિયામાં તમારા જેવો બીજો કોઈ સંત નહીં હોય”. સંત રામપાલજી મહારાજને સાચું આધ્યાત્મિક જ્ઞાન મળ્યું, ત્યારથી તેમનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું.

તેમણે તેમની નોકરીમાંથી રાજીનામુ આપી દીધું, જેને હરિયાણા સરકારે તા. 16/5/2000 ના રાજીનામું પત્ર નંબર 3492.3500 દ્વારા સ્વીકાર કરી લીધું. તેમણે 1994-1998 દરમિયાન ઘરે-ઘરે જઈને આધ્યાત્મિક પ્રવચનો આપ્યા. થોડા જ સમયમાં હજારો ભક્તો તેમની શરણમાં આવ્યા, અને વર્ષ 1999માં હરિયાણાના રોહતક જિલ્લાના કરોંથા ખાતે આશ્રમની સ્થાપના કરવામાં આવી. વર્તમાનમાં, તેઓ સમગ્ર વિશ્વમાં ભક્તિના સતમાર્ગનો પ્રચાર કરવા માટે પૂર્ણ રીતે સમર્પિત છે, જેના દ્વારા અગણિત આત્માઓને મોક્ષ પ્રાપ્તિ થશે.

સુક્ષ્મ વેદમાં એટલે કે પરમાત્મા કબીર સાહેબની અમૃતવાણીમાં ઉલ્લેખ છે કે,

જો મમ સંત સત ઉપદેશ દૃઢાવૈ (કહેશે), વાકે સંગ સબ રાડ બઢાવૈ

યા સબ સંત મહંતન કી કરણી, ધર્મદાસ મૈં તો સે વર્ણી.”

વિવિધ નકલી ધર્મગુરુઓ, સમકાલીન સંતો અને મહંતો તરફથી ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવા છતાં સમગ્ર માનવ જાતિના કલ્યાણના ઉદ્દેશ્ય સાથે સંત રામપાલજી મહારાજ જન જન સુધી પહોંચવામાં અને સત ભક્તિ કરનાર દરેક ભક્તના હૃદયમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે અને તેમના દરેક ભક્ત રોજ ભક્તિનો લાભ મેળવી રહ્યા છે.

ભક્તોને સંત રામપાલજી મહારાજનું સાચું આધ્યાત્મિક જ્ઞાન સાંભળતા રોકવા માટે, નકલી બિકાઉ મીડિયા અને ધર્મગુરુઓએ તેમનું નામ ખોટી રીતે ઉછાળ્યું છે, અને લોકોમાં તેમની નકારાત્મક છબી બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમના દ્વારા પ્રદાન કરેલી સત ભક્તિએ સમગ્ર વિશ્વમાં રહેતા લાખો ભક્તોનું જીવન બદલી નાખ્યું છે, તેઓ દલદલમાંથી બહાર આવીને હવે સુખ અને આરામનું જીવન જીવી રહ્યા છે, પછી ભલે ને એ મુશ્કેલીઓ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત હોય, આર્થિક અસ્થિરતાની હોય કે પારિવારિક બાબતો હોય, સંત રામપાલજી મહારાજે બધા ભક્તોના દુઃખો દૂર કર્યા છે અને આ રીતે નકલી ગુરુઓના તેમના પ્રતિ નફરત અને અવિશ્વાસ ફેલાવવાના તમામ પ્રયાસો વ્યર્થ રહ્યા. ફક્ત એક પૂર્ણ સંત, જે સર્વશક્તિમાન પરમેશ્વરના પ્રતિનિધિ હોય છે અને જેમની પાસે પવિત્ર ગ્રંથોનું પ્રમાણિત જ્ઞાન હોય છે, તેમનામાં જ આ ગુણ હોય છે.

પૂર્ણ સંત રામપાલજી મહારાજને ઓળખવા માટે દરેક વ્યક્તિએ જરૂર વાંચવી જોઈએ, પૂર્ણ સંતની ઓળખ

અવતાર સંત રામપાલજી મહારાજનો એકમાત્ર ઉદ્દેશ્ય

આત્માઓ કસાઈ બ્રહ્મ કાલની જાળમાં ફસાયેલી છે. આત્માઓ કાળની જાળમાં કેવી રીતે ફસાઈ અને યુગો યુગોથી અહીં રાત-દિવસ દુઃખી થઈ રહી છે. સર્વશકિતમાન કબીર પરમાત્મા ઉદ્ધારકર્તા છે, જે પોતાની પ્રિય આત્માઓને કસાઈ કાળની જાળમાંથી મુક્ત કરાવવાના ઉદ્દેશ્યથી દરેક યુગમાં અવતાર ધારણ કરે છે.

સુક્ષ્મવેદમાં તેનું પ્રમાણ મળે છે,

સતયુગ મેં સત સુકૃત કહ ટેરા, ત્રેતા નામ મુનિંદ્ર મેરા

દ્વાપર મેં કરુણામય કહાયા, કલયુગ નામ કબીર ધરાયા ।।  

વર્તમાનમાં સર્વશક્તિમાન પરમેશ્વર પુનઃ અવતરીત થયા છે અને સંત રામપાલજી મહારાજના રૂપમાં દિવ્ય લીલા કરી રહ્યા છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર માનવજાતિનું કલ્યાણ કરવાનો છે. સાચું આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરીને દુઃખી આત્માઓને કાળની જાળમાંથી મુક્ત કરાવવા માટે તેમણે અવતાર લીધો છે અને સૃષ્ટિ રચનાના રહસ્યોને પ્રમાણ સાથે ઉજાગર કરી દીધા છે,  જેથી તેઓ તેમના શાશ્વત સુખના મૂળ નિવાસ સ્થાન, સચખંડ/સતલોકમાં પાછી જઈ શકે, જ્યાં ગયા બાદ જન્મ અને મૃત્યુનું ચક્ર કાયમ માટે સમાપ્ત થઈ જાય છે અને આત્માઓ આ નાશવાન સંસારમાં કયારેય પાછી આવતી નથી. સંત રામપાલજીનું આધ્યાત્મિક જ્ઞાન અદ્વિતીય અને અભૂતપૂર્વ છે, જેનું અનુસરણ કરવાથી ભક્તોને સર્વ લાભો મળે છે; જેમ કે આર્થિક લાભ, આરોગ્યમાં લાભ, આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ અને આયુષ્યમાં પણ વૃદ્ધિ થાય છે.

 કબીર પરમેશ્વર પોતાની અમૃત વાણીમાં કહે છે,

માનુષ જનમ દુર્લભ હૈ, યે મિલે ના બારંબાર । જૈસે તરુવર સે પત્તા ટુટ ગિરે, બહુર ના લગતા ડાર” ।।

માનવ જન્મનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમ અક્ષર બ્રહ્મ – સૃષ્ટિના સર્જકની સાચી સાધના કરવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એટલા માટે પ્રભુપ્રેમી આત્માઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સંત રામપાલજી મહારાજના આધ્યાત્મિક પ્રવચનો સાંભળે અને તેમની શરણ ગ્રહણ કરે અને તેમનું આત્મ કલ્યાણ કરે.

અવશ્ય વાંચો, સંત રામપાલજી મહારાજનું જીવન ચરિત્ર

અવતાર સંત રામપાલજી મહારાજ વિશેની ભવિષ્યવાણીઓ

 મહાન ભવિષ્ય વક્તા ફ્લોરેન્સ, ઈંગ્લેન્ડના કેરો, જીન ડિક્સન, શ્રીમાન ચાર્લ્સ ક્લાર્ક અને અમેરિકાના શ્રી એન્ડરસન, હોલેન્ડના શ્રી વેજિલેટિન, શ્રી જેરાર્ડ ક્રાઈસ, હંગેરીના ભવિષ્ય વક્તા બોરિસ્કા, ફ્રાન્સના ડૉ. જુલ્વોરોન, પ્રસિદ્ધ ફ્રેન્ચ ભવિષ્ય વક્તા નોસ્ટ્રાડેમસ, ઇઝરાયેલના પ્રોફેસર હરારે, નોર્વેના શ્રી આનંદાચાર્ય, જયગુરુદેવ પંથના શ્રી તુલસીદાસ સાહેબ મથુરા વાળા અને અન્ય ઘણા ભવિષ્ય વક્તાઓએ મહાન સંત રામપાલજી વિશે ભવિષ્ય વાણી કરી છે કે તે અવતાર ‘વિશ્વમાં એક નવી સભ્યતા’ લાવશે, જે સંપૂર્ણ વિશ્વમાં ફેલાઈ જશે. સંત રામપાલજી મહારાજના સમર્થનમાં અન્ય ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણી : ચારે બાજુ શાંતિ અને ભાઈચારો હશે અને આધ્યાત્મિકતા પર આધારિત એક નવી સભ્યતા ભારતના એક ગ્રામીણ પરિવારમાં જન્મેલા એક મહાન આધ્યાત્મિક નેતાના નેતૃત્વમાં ઊભી થશે. મહાન આધ્યાત્મિક નેતાના ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય લોકો અનુયાયીઓ બની જશે, જે ભૌતિકવાદને અધ્યાત્મવાદમાં બદલી નાખશે. મહાન આધ્યાત્મિક નેતા (અવતાર સંત રામપાલજી મહારાજ)ના માર્ગદર્શન હેઠળ ભારત ધાર્મિક, ઔદ્યોગિક અને આર્થિક રીતે વિશ્વનું નેતૃત્વ કરશે અને સમગ્ર વિશ્વમાં ભક્તોને તેમના દ્વારા બતાવેલ ભક્તિ વિધિ જ સ્વીકાર્ય હશે.

નોસ્ટ્રાડેમસે ભવિષ્યવાણી કરી છે કે મહાન શાયરન (તત્વદર્શી સંત); હિંદુ સમુદાયથી સંબંધિત મધ્યમ આયુ (55-60 વર્ષ) ઈ.સ. 2006માં પ્રકાશમાં આવશે, જે સમગ્ર પૃથ્વી પર સુવર્ણ યુગની શરૂઆત કરશે અને શાસ્ત્રો પર આધારિત સત ભક્તિ વિધિ પ્રદાન કરશે અને અજ્ઞાનને દૂર કરશે, જેની ખ્યાતિ આકાશને આંબી લેશે. તે આત્માઓને શેતાનથી મુક્ત કરાવશે અને તેમને પરમ શાંતિ પ્રાપ્ત કરાવશે.

જરૂર વાંચો, સંત રામપાલજી વિશે નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી

જુઓ, સંત રામપાલજીના 73મા અવતરણ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ

જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના અવતરણ દિવસ નિમિત્તે સતલોક આશ્રમ ધનાના ધામ સોનીપત (હરિયાણા), સતલોક આશ્રમ ભિવાની (હરિયાણા), સતલોક આશ્રમ કુરુક્ષેત્ર (હરિયાણા), સતલોક આશ્રમ શામલી (ઉત્તર પ્રદેશ), સતલોક આશ્રમ ખમાણો (પંજાબ), સતલોક આશ્રમ ધુરી (પંજાબ), સતલોક આશ્રમ બૈતૂલ (મધ્યપ્રદેશ), સતલોક આશ્રમ સોજત (રાજસ્થાન), સતલોક આશ્રમ ધનુષા (નેપાળ) કુલ 9 આશ્રમોમાં 6 થી 8 સપ્ટેમ્બર 2023 સુધી અખંડ પાઠ પ્રકાશ, વિશાલ ભંડારો, દહેજ મુક્ત લગ્ન, રક્તદાન શિબિર, વિશાળ સત્સંગ સમારોહ અને આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં આપ સર્વે ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે તમે સંત રામપાલજી મહારાજના અવતરણ દિવસે તમારા પરિવાર, સગાં-સંબંધીઓ સાથે આશ્રમોમાં અવશ્ય પધારો અને આદિ સનાતન ધર્મ અને માનવ ધર્મના પુનરુત્થાનના સાક્ષી બનો.

આ ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ 08 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 09:15 કલાકે સાધના ટીવી પર અને સવારે 09:30 કલાકે પોપ્યુલર ટીવી પર થશે. વધુમાં, આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આ વિશેષ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈ શકો છો, જે નીચે મુજબ છે:-

  • ફેસબુક પેજ:- Spiritual Leader Saint Rampal Ji
  • યુટ્યુબ:- Sant Rampal Ji Maharaj
  • ટ્વીટર :- @SaintRampalJiM

અવતાર સંત રામપાલજી મહારાજ વિશે પવિત્ર સદગ્રંથોમાંથી પ્રમાણ

સંત રામપાલજી મહારાજ એ કબીર ભગવાનના અવતાર છે, જેના વિશે પવિત્ર ગ્રંથો, વેદ, પવિત્ર વેદોમાં પૂર્ણ પરમાત્માની અવધારણા (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) શ્રીમદ ભગવદ્ ગીતા – અધ્યાય 4 શ્લોક 32, 34, અધ્યાય 15 – શ્લોક 1-4, અને અધ્યાય 17 શ્લોક 23. પવિત્ર કુરાન શરીફ કુરાન શરીફ (ઇસ્લામ)માં સર્વશક્તિમાન અવિનાશી ભગવાન (અલ્લાહ કબીર) – સુરત ફુરકાની 25:52-59, પવિત્ર બાઇબલ, પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબ પૂરતા પ્રમાણ પ્રદાન કરે છે. ભાઈ બાલે વાલી જન્મ સાખીમાં ઉલ્લેખ છે કે સર્વોચ્ચ સંત જાટ સમુદાયમાંથી હશે અને બરવાલા, હરિયાણા (અગાઉ હરિયાણા પંજાબ પ્રાંતમાં જ હતું)થી આધ્યાત્મિક પ્રવચન આપશે. આ સર્વ પ્રમાણો સંત રામપાલજી મહારાજ પર પૂર્ણ રીતે બંધબેસે છે.

અવતાર સંત રામપાલજી મહારાજ વિશે સર્વશક્તિમાન કબીરજીની ભવિષ્યવાણી સંદર્ભ: પવિત્ર કબીર સાગર, પ્રકરણ બોધ સાગર, પૃષ્ઠ 134 અને 171

પવિત્ર કબીર સાગર એટલે કે સુક્ષ્મ વેદ, જે સર્વશક્તિમાન કબીરજીની અમૃત વાણી છે, તેમાં ઉલ્લેખ છે કે ‘જ્યારે કળયુગ 5505 વર્ષ વીતી જશે ત્યારે તેમનો 13મો વંશ ‘સાચું આધ્યાત્મિક જ્ઞાન આપવા અને શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ વિધિ અને જ્ઞાન અને ખોટી ધાર્મિક પ્રથાઓને દૂર કરી શાંતિ સ્થાપિત કરશે. તે સાધકોને સાચા મોક્ષ મંત્રો આપવા માટે અધિકૃત હશે. (પ્રમાણ : ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્લોક 23). સર્વ આત્માઓ બુરાઈઓનો ત્યાગ કરશે અને સદાચારી બનશે અને ભગવાન કબીરના અવતારની મહિમા કરશે.’ કળયુગના 5505 વર્ષ ઈ.સ.1997માં પૂર્ણ થયા અને તે જ વર્ષે સર્વશક્તિમાન કબીર સર્વ ધર્મો અનુસાર અમર પરમાત્માનું પ્રમાણિત જ્ઞાન મહાન સંત રામપાલજી મહારાજને મળ્યા અને તેમને પવિત્ર પ્રભુ-પ્રેમી આત્માઓને નામ દીક્ષા આપવાની અનુમતિ આપી.

તેનું પ્રમાણ કબીર પરમેશ્વરની અમૃત વાણીમાં છે,

પાંચ સહસ્ર અરુ પાંચસૌ, જબ કલયુગ બીત જાએ

મહાપુરુષ ફરમાન તબ જગ તારન કો આએ ।।

તે મહાપુરુષ બીજું કોઈ નહીં, પરંતુ સત્પુરુષ/ ભગવાન કબીરના અવતાર સંત રામપાલજી મહારાજ છે, જેમનો અવતાર દિવસ દર વર્ષે 8મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

સામાજિક ઉત્થાનમાં સંત રામપાલજીનું યોગદાન

સમાજમાં ફેલાયેલી દહેજ જેવી કુપ્રથાને જડમૂળથી દૂર કરવાની સાથે સાથે સામાજિક ઉત્થાનમાં આધ્યાત્મિક ગુરુ સંત રામપાલજી મહારાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સંત રામપાલજી મહારાજના શિષ્ય લગ્નમાં ન તો દહેજ આપે છે અને ન તો લે છે. 17 મિનિટની રમૈણીનો પાઠ કરવામાં આવે છે, જે નવવિવાહીત દંપતિને એક અટૂટ બંધનમાં બાંધે છે. સંત રામપાલજી મહારાજ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સાચા આધ્યાત્મિક જ્ઞાનથી નશાકારક પદાર્થોનું સેવન, રિશ્વતખોરી, ભ્રષ્ટાચાર તથા કન્યા ભ્રુણ હત્યા જેવી ખરાબ સામાજિક પ્રથાઓને દૂર કરી દેવામાં આવી છે. સંત રામપાલજી મહારાજના કોઈ પણ શિષ્ય હવે નશાકારક પદાર્થોનું સેવન કરતા નથી અને કોઈ પણ ખરાબ આચરણ કરતા નથી, તથા માત્ર શાસ્ત્ર અનુકૂળ સત ભક્તિ કરે છે, કારણ કે તેઓને જ્ઞાન થઇ ગયું છે કે માનવ જન્મનો એકમાત્ર ઉદ્દેશ્ય શાસ્ત્રો પર આધારિત સત ભક્તિ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવાનો છે. સંત રામપાલજી મહારાજે સમાજમાં પ્રચલિત દરેક ધાર્મિક પાખંડનો પર્દાફાશ કરી અને ભક્તિનો સાચો રસ્તો બતાવ્યો છે, જેનાથી લાખો અનુયાયીઓ સમૃદ્ધ જીવન વ્યતીત કરી રહ્યા છે.

અવતરણ (અવતાર) દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

 8 સપ્ટેમ્બર, 2023 એ સંત રામપાલજી મહારાજનો 73મો અવતરણ દિવસ છે. આ શુભ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, જ્યાં સંત રામપાલજી મહારાજ દ્વારા આધ્યાત્મિક પ્રવચનના માધ્યમથી અમૃત વાણીની વર્ષા કરવામાં આવે છે, જેની કૃપાથી ભક્ત આત્માઓનું ‘વર્તમાન જીવન અને મૃત્યુ પછીનું જીવન’ પણ સરળ બની જાય છે. જે ભક્તો સંત રામપાલજી દ્વારા નિર્ધારિત ભક્તિના નિયમોનું પાલન કરીને ભક્તિ કરે છે, તે બધા સાચા ભક્તોને કાળની જાળમાંથી મુક્ત કરવાની ગેરંટી આપે છે. અવતરણ દિવસ નિમિત્તે સંત ગરીબદાસજીના પવિત્ર સદ્ગ્રંથ સાહેબનો 3-5 દિવસ સુધી પાઠ કરવામાં આવે છે. ભવ્ય સામુદાયિક ભોજન-ભંડારા (મફત અને સ્વાદિષ્ટ)નું આયોજન કરવામાં આવે છે, જ્યાં દરેક વ્યક્તિ તે ભલે કોઈપણ જાતિ, સંપ્રદાય, ધર્મનો હોય ભોજનનો આનંદ લઈ શકે છે. રક્તદાન, દેહદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, તેમજ દહેજ મુક્ત વિવાહ એટલે કે રમૈણીનું પણ આયોજન કરવામાં આવે છે.

સંત રામપાલજી મહારાજ દ્વારા થઈ રહેલા સમાજ સુધારના પ્રશંસનીય કાર્યો

ચાલો જાણીએ, તત્વદર્શી સંત રામપાલજી મહારાજજી દ્વારા એક મહાન સમાજ સુધારકના રૂપમાં કરવામાં આવી રહેલા અદ્ભુત કાર્યો વિશે. સંત રામપાલજી મહારાજજીના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે.

સમાજમાંથી બધા પ્રકારના વ્યસનોને દૂર કરવા

જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ એક સમાજ સુધારક તરીકે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. વ્યસને આજે સમાજમાં ઊંડા મૂળિયાં નાખી દીધા છે. જો કે દારૂ, ધુમ્રપાન, માદક દ્રવ્યોના સેવનની આ બુરાઈને આંશિક રીતે દૂર કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે, પરંતુ લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ તેમની તમામ યોજનાઓ વ્યર્થ જઈ રહી છે. કારણ કે સરકારને પણ ઘણી મોટી આવક આ વ્યસન કરતા લોકો પાસેથી થાય છે. લોકો પાસે તત્વજ્ઞાન એટલે કે આધ્યાત્મિક જ્ઞાન નથી, જો તેમને તત્વજ્ઞાન મળી જાય તો વ્યસન કરવાનું તો દૂર, તેઓ તેને અડકશે પણ નહિ. સંત રામપાલજી મહારાજજીના શિષ્યો સાચા આધ્યાત્મિક જ્ઞાનથી પરિચિત છે અને નશાકારક પદાર્થોના સેવનથી થતા દુષ્પરિણામોને સમજી ચુક્યા છે. વ્યસન એ મોક્ષ પ્રાપ્તિમાં એક મોટો અવરોધ છે અને તત્વદર્શી સંતના પ્રત્યેક ભક્ત એ હકીકત સમજી ગયા છે કે માનવ જન્મનો એકમાત્ર ઉદ્દેશ્ય સત ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. તેથી તેઓ આ જીવન બરબાદ કરનાર વ્યસનોથી પ્રભાવિત થતા નથી. આપ સૌને વિનંતિ છે કે વ્યસન કરવાનું બંધ કરો અને જો તમે નથી છોડી શકતા તો સંત રામપાલજી મહારાજની મદદ ચોક્કસ લો.

સત ભક્તિ આપીને વિશ્વના માનવ માત્રને મોક્ષ પ્રદાન કરાવવો

કાળના આ નશ્વર લોકમાં રહેનાર તમામ જીવો ગુમરાહ થયેલા છે અને મનમાની રીતે પૂજા કરીને પોતાના અનમોલ જીવનનો નાશ કરી રહ્યા છે. કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ પૂજા કરવાથી ઉપાસકોને કોઈ લાભ મળતો નથી. સંત રામપાલજી એક સમાજ સુધારક તરીકે શાસ્ત્રો પર આધારિત પૂજા કરાવીને લોકોના જીવનમાં પરિવર્તન/ ચમત્કાર કરી રહ્યા છે, જેનાથી અશક્ય વસ્તુઓ શક્ય બની રહી છે અને સાધકોને અસંખ્ય લાભ મળી રહ્યા છે. દિવસે ને દિવસે ભક્તોની શ્રદ્ધા તેમના પ્રત્યે વધી રહી છે. તેમનો ધ્યેય સત્ય આધ્યાત્મિક જ્ઞાનને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું છે, કારણ કે તેઓ કસાઈ બ્રહ્મ-કાળની જાળમાં ફસાયેલી બધી ભ્રમિત આત્માઓને છોડાવીને તેમના અસલી ઘર શાશ્વત સ્થાન સતલોકમાં પહોંચાડવા માંગે છે.

સમાજમાંથી જાતિપાતિનો ભેદભાવ દૂર કરવો

બ્રહ્મ કાળના 21 બ્રહ્માંડમાં રહેતા તમામ જીવો એક જ ઈશ્વરના સંતાન છે. અજ્ઞાનતાને કારણે આપણે વિવિધ ધર્મ, જાતિ અને સંપ્રદાયમાં વહેંચાઈ ગયા છીએ અને આપણા સુખદાયી પરમપિતા પરમાત્માને ભૂલી ગયા છીએ. મહાન સમાજ સુધારક સંત રામપાલજી મહારાજજી પોતાના આધ્યાત્મિક પ્રવચનો દ્વારા વિશ્વભરના લોકોને એક કરી રહ્યા છે અને માનવ સમાજને સાચો આધ્યાત્મિક માર્ગ બતાવી રહ્યા છે અને પોતાના જ્ઞાનથી તેમની આત્માને શુદ્ધ કરી રહ્યા છે, જેના કારણે તેમના અનુયાયીઓ એ વાત સારી રીતે સમજી ગયા છે કે આપણે સૌ એક જ છીએ અને એક ભગવાનના બાળકો છીએ. આથી, ધર્મ કે જાતિના આધારે કોઈની સાથે ભેદભાવ કરવો જોઈએ નહિ.

યુવાનોમાં નૈતિક અને આધ્યાત્મિક જાગૃતિ લાવવી

 વર્તમાનમાં પ્રચલિત શિક્ષણ પ્રણાલી યુવાનોને અધ્યાત્મથી દૂર કરી રહી છે. યુવાનોનો એકમાત્ર હેતુ ભૌતિક લાભો પ્રાપ્ત કરવાનો અને કરોડપતિ બનવાનો છે. આ બધું તત્વજ્ઞાનના અભાવને કારણે થઈ રહ્યું છે. તત્વદર્શી સંત રામપાલજી મહારાજજીના આધ્યાત્મિક પ્રવચનો દ્વારા યુવાનો ઉચ્ચ નૈતિક મૂલ્યોને આત્મસાત કરી રહ્યા છે અને જેનાથી યુવા પેઢી એ બાબત સમજી રહી છે કે તેમનો માનવ જન્મ ખૂબ જ કીંમતી છે અને તેનો ઉપયોગ માત્ર ભૌતિક ધન ભેગુ કરવા માટે કરીને તેને વેડફી ન નાખવું જોઈએ. પણ સત ભક્તિ કરવાનું લક્ષ્ય પણ રાખવું જોઈએ, જે મૃત્યુ બાદ પણ તેની સાથે જશે. કાળની દુનિયામાં જીવન માટે જરૂરી વસ્તુઓની પૂર્તિ કરવાના પ્રયત્નોની સાથે સાથે, તેઓએ માનવ જન્મનો એકમાત્ર હેતુ જે સત ભક્તિ કરવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તે ભૂલવું જોઈએ નહીં. સંત રામપાલજીના યુવા શિષ્યો ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો ધરાવે છે. આ નૈતિક પરિવર્તન એ સતજ્ઞાનનું પરિણામ છે, જે સંત રામપાલજી તેમના આધ્યાત્મિક પ્રવચન દ્વારા પ્રદાન કરી રહ્યા છે.

સમાજમાંથી દહેજ જેવી બુરાઈને જડમૂળથી દૂર કરવી

દીકરીઓ દરેક પરિવાર માટે ભગવાનના વરદાનરૂપ હોય  છે. માતા-પિતા માટે દીકરી તેમના દીકરા જેટલી જ કિંમતી હોય છે. પરંતુ કાળની આ દુનિયામાં દહેજની ખોટી પરંપરા અને પ્રથાને કારણે લોકો આ હકીકતને અવગણતા આવ્યા છે અને તેઓ છોકરી/દીકરીને બોજ માને છે, કારણ કે તેના લગ્ન પાછળ તેમને વધુ ખર્ચ કરવો પડે છે. સમાજમાં પ્રચલિત દહેજની આ કુપ્રથા દીકરીવાળા પરિવાર માટે અભિશાપરૂપ બની ગઈ છે, ખાસ કરીને એવા ગરીબ પરિવારો માટે જેઓ તેમની દીકરીના લગ્ન માટે વધુ ખર્ચ નથી કરી શકતા. મહાન સમાજ સુધારક સંત રામપાલજી મહારાજે સમાજમાંથી આ બુરાઈને નાબૂદ કરવા માટે અદ્ભુત કાર્ય કર્યું છે. તેમના શિષ્યો લગ્નમાં દહેજ આપતા નથી કે લેતા નથી. રમૈણી નામના લગ્નમાં 17 મિનિટમાં 33 કરોડ ભગવાનોનું આહ્વાન કરીને ખૂબ જ સાદગીથી લગ્ન કરવામાં આવે છે. લગ્નમાં કોઈ ધૂમધામ અને દેખાડો નથી કરવામાં આવતો અને વર-કન્યાને એક સુખી અને સમૃદ્ધ જીવન જીવવા, સત ભક્તિ કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પરમાત્માના આશીર્વાદ પણ મળે છે.

સમાજમાં શાંતિ અને ભાઈચારો સ્થાપિત કરવાની પહેલ

કાળની આ દુનિયા દુ:ખોથી ભરેલી છે. અહીં કોઈ પ્રાણી સુખી નથી. ચારે બાજુ અરાજકતા છે. લોકો નાની નાની બાબતો પર લડાઈ ઝગડો કરવા માટે તૈયાર રહેતા હોય છે. મહાન સમાજ સુધારક સંત રામપાલજી મહારાજ પોતાના સત્સંગો દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવી રહ્યા છે અને એક મજબૂત સમાજનું નિર્માણ કરી રહ્યા છે.

સામાજિક બુરાઈઓ દૂર કરીને સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું

 દહેજ, રિશ્વતખોરી, ભ્રષ્ટાચાર, નશાકારક પદાર્થોનું સેવન કરવું, વ્યભિચાર વગેરે જેવી ઘણી સામાજિક બુરાઈઓ સમાજમાં વ્યાપેલી છે. અજ્ઞાનતાવશ લોકો આ બધા ખોટા કામ કરે છે. મહાન સમાજ સુધારક સંત રામપાલજી સાચુ આધ્યાત્મિક જ્ઞાન આપીને લોકોમાં ઉચ્ચ સામાજિક અને નૈતિક મૂલ્યો આત્મસાત કરાવી રહ્યા છે જેની સાથે સાથે તમામ સામાજિક બુરાઈઓ દૂર કરવામાં આવી રહી છે અને તેમના શિષ્યો બધી બુરાઈઓથી દૂર રહીને જીવન જીવી રહ્યા છે. એમનો ઉદ્દેશ્ય છે કે પૂરી દુનિયા બધી સામાજિક બુરાઈઓ છોડીને એક સરળ અને સુખી જીવન વ્યતીત કરે. સમગ્ર વિશ્વમાં આ મહાન પરિવર્તન સાચા આધ્યાત્મિક જ્ઞાનનાં પ્રસારથી સંભવ થઈ રહ્યું છે, જે મહાન તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં પૂરું થઈ રહ્યું છે.

ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવો

સમાજમાં ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઊંડા છે. તે ઉધઈની જેમ ફેલાઈ ગયો છે, જે ધીમે ધીમે સમાજને બરબાદ અને ખોખલો કરી રહ્યો છે. હત્યા, ચોરી, લાંચ, રિશ્વતખોરી, ભેળસેળ, બીજાનો હક છીનવી લેવો વગેરે જેવા ભ્રષ્ટાચાર બધા અજ્ઞાનતાને કારણે થઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર વધવા પાછળ રાજકારણીઓ અને બૉલિવુડ મહદઅંશે જવાબદાર છે. મહાન સમાજ સુધારક સંત રામપાલજી મહારાજના શિષ્યો ન તો ફિલ્મો જોવે છે, ન તો સંગીત વગાડે છે, ન નૃત્ય કરે છે અને ન તો રાજકારણમાં ભાગ લે છે. તેઓ ઉચ્ચ સામાજિક અને નૈતિક મૂલ્યો સાથે એક સાદું જીવન જીવે છે, અને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારથી દુર રહે છે.

સમાજમાંથી પાખંડવાદ દૂર કરવો

મહાન સમાજ સુધારક સંત રામપાલજી મહારાજના શિષ્યો નમ્ર અને ઉદાર છે. તેઓ શુદ્ધ હૃદયના છે. તેઓ કોઈને છેતરતા નથી કારણ કે તેઓ સમજી ગયા છે કે આવા કર્મ ભગવાનને પસંદ નથી અને તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિ છે. સંતજીના બધા શિષ્યો ધાર્મિક હોય કે સામાજિક દરેક પ્રકારના પાખંડોથી દૂર રહે છે. તેઓ સર્વ પવિત્ર ગ્રંથોમાં દર્શાવેલ ભક્તિ વિધિ અનુસાર પૂજા કરે છે અને ધાર્મિક રીતે પૂજાના નિયત નિયમોનું પાલન કરે છે. આ સાચા આધ્યાત્મિક જ્ઞાનનું પરિણામ છે, જે સંત રામપાલજી મહારાજ દ્વારા આધ્યાત્મિક પ્રવચનોના માધ્યમથી ફેલાવવામાં આવી રહ્યું છે.

નિષ્કર્ષ

અચ્છે દિન પાછે ગયે, સતગુરુ સે કિયા હેત

અબ પછતાવા ક્યાં કરે,જબ ચિડિયા ચુગ ગઈ ખેત ।।“

તમામ વાચક મિત્રોને કરબદ્ધ નિવેદન છે કે વિશ્વના તારણહાર સંત રામપાલજી મહારાજને સમય રહેતા ઓળખી લો, નહીં તો પાછળથી અફસોસ સિવાય કંઈ જ હાથ લાગશે નહીં.

સંત રામપાલજી મહારાજ કહે છે,

જીવ હમારી જાતિ હૈ, માનવધર્મ હમારા

હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ધર્મ નહી કોઈ ન્યારા ।।

વિશ્વ વિજેતા સંત રામપાલજી મહારાજ ભગવાન કબીર સાહેબના અવતાર છે અને તેઓ અજ્ઞાનને દૂર કરવા અને કાળ કસાઈની જાળમાં ફસાયેલી પોતાની પ્રિય આત્માઓને મુક્ત કરવા તથા ચારે બાજુ ફેલાયેલા અધર્મનો નાશ કરવા અવતરીત થયા છે. આપ સૌ તેમની શરણ ગ્રહણ કરો, અને તમારા મનુષ્ય જન્મને સાર્થક બનાવીને મોક્ષની પ્રાપ્તિ કરો, પરમાત્માની પ્રાપ્તિ કરો.

SA NEWS
SA NEWShttps://news.jagatgururampalji.org
SA News Channel is one of the most popular News channels on social media that provides Factual News updates. Tagline: Truth that you want to know

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_imgspot_img

Popular

More like this
Related

International Daughters Day 2023: How Can We Attain Gender Neutral Society?

On September 26, 2021, every year, International Daughters Day is observed. Every year on the last Sunday of September, a special day for daughters is seen. This is a unique day that commemorates the birth of a girl and is observed around the world to eradicate the stigma associated with having a girl child by honoring daughters. Daughters have fewer privileges in this patriarchal society than sons. Daughters are an important element of any family, acting as a glue, a caring force that holds the family together. 

International Day of Sign Languages: Worship of Supreme God Kabir Is the Sign to Be Followed by the Entire Mankind

International Day of Sign Languages is observed annually so as to raise awareness about the hardships a physically challenged individual has to go through. Thus making everyone aware about the need for the education about sign languages to the needy as early as possible into their lives. While Supreme God Kabir is the most capable; giving us anything through His method of worship whether it is aiding a deaf, dumb or blind.

Disturbance in India Canada’s Relations Over Killing of Pro Khalistani Leader Hardeep Singh Nijjar

On Monday Canadian Prime Minister Justin Trudeau alleged a...

International Day of Peace 2023: Know About the Only Way to Have Everlasting Global Peace

The International Day of Peace is celebrated on 21 September in the world. Know about history, background, significance, aim, celebration, events, Activities and quotes on International Peace Day 2021